Advertisement
Author: નોબત સમાચાર

આશ્રિત અંધ-અપંગ-વૃદ્ધા-બીમાર ગૌમાતા માટે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન આપવા અપીલ

લીમડાલેનમાં આવેલી પાંજરાપોળમાં

જામનગર તા. ૧૩ઃ જામનગરના લીમડાલેનમાં આવેલી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જેમાં એક હજારથી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં વૃદ્ધ બીમાર, અંધ, અપંગ, સૂરદાસ તથા મા વગરના વાછડી-વાછરડાની સારવાર તથા નિભાવ કરવામાં આવે છે.

આ ઉપરાંત જામનગર શહેર સહિતના વિસ્તારમાં કતલખાને જતી ગાયો-વાછરડાઓને પણ બચાવી લીધા પછી આવા ગાય-વાછરડાને આજીવન સારસંભાળ રાખવા માટે જામનગર પાંજરાપોળ તથા ખડબામાં આવેલી ગૌશાળામાં તેનો આજીવન નિભાવ કરવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોમાં ઘટતો જતો દાનનો પ્રવાહ ઉપરાંત મોંઘવારી વધતા પશુઓ-ગૌમાતાને લઈને લગભગ જીવદયા સંસ્થાઓ પાસે કોઈ કાયમી-નિયમિત આવકનું સાધન હોતું નથી. અબોલ જીવો, ગૌમાતા જીવતા રહે, તેની સારવાર થતી રહે, તેમને ખોરાક-પાણી વ્યવસ્થિત મળતા રહે તે માટે જીવદયા સંસ્થા શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળામાં દાન આપવા પાંજરાપોળના ટ્રસ્ટીગણ દ્વારા જીવદયાભરી અપીલ કરવામાં કરવામાં આવી છે. પાંજરાપોળ જામનગરની ધર્મપ્રેમી જનતા પાસે દાન મેળવી નિભાવ કરે છે. બીજા શહેરમાં ફાળો કે દાન લેવા જતા નથી. તે ધ્યાને લઈ જામનગરની પાંજરાપોળને સહકાર આપવા જણાવયું છે.

મકસંક્રાંતિના પર્વે જીવદયા પ્રેમીઓ પોતાના ઘેરથી પણ ઓનલાઈન પેમેન્ટ કરી સંસ્થામાં દાન કરીને પુણ્યનું ભાથું બાંધી શકે છે, જેના માટે જામનગર પાંજરાપોળ ગૌશાળા, ભૂમિ પ્રેસની બાજુમાં, લીમડાલેન, જામનગર (૦ર૮૮-રપ૪૦૯૯૦) નો સંપર્ક સાધવો. અત્રે એ ઉલ્લેખનિય છે કે, દાન ૮૦-જી.આઈ.ટી.માંથી બાદ મળે છે. જામનગર પાંજરાપોળનું ખાતુ સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડિયામાં છે. જેના ખાતા નંબર ૩૧૯૭પ ૪રર૧૦ છે, તેમજ બેંકનો આઈ.એફ.એસ.સી. કોડ સીબીઆઈના ર૮૧૦૧૭ જામનગર છે. સાથોસાથ ક્યુ આર કોડના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ પણ દાનના સ્વરૂપમાં કરી શકાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh