Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકળ કારણથી ઝેર પીનાર યુવકનું સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરના બેડી વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલાએ પતિ સાથે છોકરાના કામ બાબતે બોલાચાલી થયા પછી ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પડાણામાં એક યુવાને બે સપ્તાહ પહેલાં અકળ કારણથી વિષપાન કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના બેડીના થરી વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે રહેતા રૂકસાનાબેન હુસેનભાઈ સોઢા (ઉ.વ.૩૫) નામના મહિલાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે બાથરૂમમાં જઈ સાડી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં આ મહિલાને નીચે ઉતારી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
પોલીસ સમક્ષ બેડીના જાફરભાઈ ઓસમાણ ગનીએ નિવેદન નોંધ્યું છે. તેમાં તેઓએ જણાવ્યા મુજબ રૂકસાનાબેનને ગઈકાલે પતિ હુસેન ઈબ્રાહીમ સોઢા સાથે છોકરાના કામ બાબતે બોલાચાલી થઈ હતી. તે પછી માઠું લાગી આવતા આ મહિલાએ ગળાટૂંપો ખાધો છે.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલી ન્યુ પડાણા રેસિડેન્સીમાં વસવાટ કરતા ભાવેશ મનસુખભાઈ ચુડાસમા નામના ત્રેવીસ વર્ષના યુવાને ગઈ તા.૨૮ની સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. ઉલ્ટી-ઉબકા થતાં તેમના પિતા સહિતના પરિવારને તેની જાણ થઈ હતી. સારવાર માટે નગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ભાવેશનું મૃત્યુ નિપજ્યું છે. પિતા મનસુખભાઈ નથુભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial