Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠકઃ
ખંભાળિયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને તા. ર૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડમાં હર્ષોલ્લાસ સાથે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરએ સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી અને ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે અગત્યની સૂચનાઓ આપી હતી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા દ્વારા વિવિધ સંબંધિત અધિકારીઓને કાર્યક્રમની ભવ્ય ઉજવણીને લઈ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતાં. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial