Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર પાસે મોટરમાંથી ઝડપાઈ દારૂની ૨૪૧ બોટલઃ બેની ધરપકડ, ચારની શોધખોળ

બે શખ્સ પાયલોટીંગ કરતા હતાઃ મોટર સહિત રૂા.૩ લાખ ૯૦ હજારનો મુદ્દામાલઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના ગોકુલનગર નજીકના સાંઢીયા પુલ નીચેથી પોલીસે મોટરમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ૨૪૧ બોટલ પકડી પાડી છે. આ જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા છે. તે મોટરનું પાયલોટીંગ કરતા બે શખ્સ નાસી ગયા છે. સપ્લાયર સહિત ચારની પોલીસે શોધ હાથ ધરી છે. જ્યારે મોટી ગોપ તથા ભૂપત આંબરડી પાસેથી બે શખ્સ દારૂ સાથે પકડાયા છે.

જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલ તરફ આવી રહેલી એક મોટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો લઈને અગાઉ અંગ્રેજી દારૂના ગુન્હામાં સંડોવાયેલો એક શખ્સ આવી રહ્યો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના યુવરાજસિંહ, યશપાલસિંહ, શિવભદ્રસિંહ, વનરાજ ખવડને મળતા પીઆઈ એ.આર. ચૌધરીને વાકેફ કરાયા પછી પ્રોબે. ડીવાયએસપી નયના ગોરડીયાની સૂચનાથી પ્રોબે. પીએસઆઈ એસ.કે. માણીયા તથા સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમિયાન કનસુમરા પાટિયાથી સાંઢીયા પુલ નીચે આવી રહેલી જીજે-૧૦-સીએન ૪૬૩ નંબરની ફોર્ડ ફીગો મોટરને રોકવામાં આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૪૧ બોટલ સાથે ખંભાળિયા તાલુકાના દેવાણીયા ગામનો અશ્વિન દેવાણંદ વસરા તથા દરેડ નજીક ખોડિયારનગરમાં રહેતો ભરત દેવાયત કરમુર ઝડપાઈ ગયા હતા. પોલીસે રૂા.૧,૨૦,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો, બે મોબાઈલ, રૂપિયા અઢી લાખની મોટર મળી કુલ રૂા.૩,૯૦, ૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. ઝડપાયેલા આરોપીમાંથી અશ્વિન એક વર્ષ પહેલાં સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના એક ગુન્હામાં ફરાર આરોપી છે.

આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તેઓએ આ જથ્થો બનાસકાંઠાના ગોસન ગામના જયંતિ ભુરાભાઈ ઠાકોરે મોકલાવ્યાની અને યાદવ નગરવાળા સવદાસ ચાવડા, અયોધ્યાનગરવાળા જીજ્ઞેશ માલદે આંબલીયા, દરેડવાળા વિપુલ કાનાભાઈ ગોજીયાએ મંગાવ્યાની કબૂલાત આપી છે. આ ચારેય શખ્સોની શોધ હાથ ધરવામાં આવી છે. દારૂનો આ જથ્થો લઈને જ્યારે અશ્વિન અને ભરત આવતા હતા ત્યારે જીજ્ઞેશ તથા વિપુલ તેની આગળ પાયલોટીંગ કરતા હતા. પોલીસને જોઈને આ શખ્સો નાસી ગયા હતા.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામથી ભૂપત આંબરડી ગામ તરફ જવાના રસ્તા પરથી ગઈકાલે સાંજે પસાર થતાં વનાણા ગામના રામદે ખોડાભાઈ કનારા નામના શખ્સને પોલીસે દારૂની અડધી બોટલ સાથે પકડી પાડ્યો છે. તેણે લખમણ નગાભાઈ બેરા અને જયદીપસિંહ ગિરીરાજ સિંહ જાડેજાના નામ આપ્યા છે.

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાંથી નિકુલ હરેશભાઈ બગડા નામના શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે પકડી પાડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh