Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી રામ ભગવાનના સ્વાગત નૃત્યથી
ક્લબ શબ્દથી વિપરીત પરંતુ ખરા અર્થમાં પરિવાર સાથે નિર્દોષ આનંદ માણતી સંસ્થા એટલે રઘુવંશી કલરવ પરિવાર ક્લબ. આ સંસ્થાએ વર્ષ ર૦ર૪ ના વધામણા શ્રી રામ ભગવાનના સ્વાગત નૃત્યથી કર્યા હતાં. ગત્ તા. ૩૧ ડિસેમ્બરની રાત્રિએ રેસ્ટોરન્ટના હોલમાં ૧૦૦ સભ્યો પરિવાર સાથે ર૦ર૪ ના આગમનમાં જોડાયા હતાં. પરિવારની બાળા હેમાક્ષી મશરૂએ ભગવાન શ્રી રામના આબેહૂબ વેષભૂષામાં હોલમાં મંચસ્થ થતા જય જય શ્રી રામ ઘોષ કરવામાં આવ્યો હતો. ક્લબના સ્થાપક તૃપ્તિબેન ગંધા તથા સહસ્થાપક અલકાબેન વિઠ્ઠલાણીએ રામ ભગવાનનું સ્વાગત નૃત્યથી કર્યું હતું. રાત્રે ૧ર ના ટકોરે નવાવર્ષનું સીમ્બોલિક સ્વાગત કર્યું હતું. આ સમયે નાની-મોટી રમત અને ગીત-સંગીતનો આનંદ માણવામાં આવ્યો હતો. અનિલભાઈ પંચમતિયા અને વિજયભાઈ ઠક્કરે ઈનામ માટે સહયોગ આપ્યો હતો. ચિરાગ પાંઉએ એન્કરીંગની સેવા આપી હતી. મીનાબેન દાસાણીએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિમલભાઈ ગંધા, દિપકભાઈ વિઠ્ઠલાણીએ જહેમત ઊઠાવી હતી. તેમ અલ્કાબેન વિઠ્ઠલાણી અને તૃષ્ટિબેન ગંધાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial