Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરી પકડવાના ઈજનેરોને અપાઈ રહ્યા છે ટાર્ગેટ!

કેટલીક બદલીઓ સામે પણ વિરોધઃ જીઈબી એન્જિ. એસો.એ ખોલ્યો મોરચોઃ

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરીની પેટા વિભાગીય શાખામાં ફરજ બજાવતા ઈજનેરોને દરરોજ વીજ ચેકીંગમાં મોકલવામાં આવી રહ્યા છે અને તેના કારણે કચેરીના કામ સમયસર થઈ શકતા ન હોવાથી ગ્રાહકો તથા કચેરીએ આવતા અરજદારો સાથે સ્ટાફને ઘર્ષણ ઉભુ થઈ રહ્યું છે. તે ઉપરાંત કેટલાક નાયબ ઈજનેરોની બે દિવસ પહેલાં કરવામાં આવેલી બદલી અંગે પણ અસંતોષ ઉભો થયો છે. વીજ ચેકીંગ અંગે આપવામાં આવતા ટાર્ગેટના કારણે ઈજનેરોને સતત ફિલ્ડમાં રહેવું પડે છે. તેના દબાણ વચ્ચે વીજ ચેકીંગમાં ઈજનેરો પર હુમલા પર થઈ રહ્યા છે. ત્યારે અધિક્ષક ઈજનેર શિસ્તભંગ અંગે પણ કાર્યવાહી કરવાની ચીમકી આપતા હોય, ઈજનેરો માનસિક દબાણ અનુભવતા હોય. આજે જીઈબી એન્જિ. એસો.એ રજૂઆત કરી આંદોલનની ચીમકી આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh