Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારમાંથી આઈઓસીની ચોરાયેલી લોખંડની પ્લેટ સાથે પાંચ શખ્સ ઝડપાયા

રૂા.૧,૨૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ

જામનગર તા. ૧૩ઃ ખંભાળિયાના વાડીનારમાં આઈઓસીએલની રૂપિયા અડધા લાખ ઉપરાંતની લોખંડની ૧૪ પ્લેટ ચોરાઈ ગઈ હતી. દ્વારકા એલસીબીએ શરૂ કરેલી તપાસમાં ચોરાઉ પ્લેટ, છકડો, મોબાઈલ સાથે પાંચ શખ્સ ઝડપાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનારમાં આઈઓસીએલની પાઈપલાઈનમાં ફીટ કરવાની લોખંડની પ્લેટની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી દેવભૂમિ દ્વારકા એલસીબીએ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન સ્ટાફના સજુભા, જેસલસિંહ, સહદેવ સિંહને મળેલી બાતમીના આધારે ખંભાળિયાના ગાયત્રી નગરમાં રહેતા વિનોદ રમેશભાઈ વઢીયારા, વાડીનારના સીરાઝ અસગર સુંભણીયા, જેબાર ઈશાક સુંભણીયા, અસલમ જુનસ સુંભણીયા, દાઉદ તાલબ ભાયા નામના પાંચ શખ્સને એલસીબી એ અટકાયતમાં લીધા છે. આ શખ્સોની તલાશીમાં લોખંડની ચોરાઉ ૧૪ પ્લેટ, જીજે-૧૦-ડબલ્યુ ૩૭૧૫ નંબરનો છકડો, પાંચ મોબાઈલ મળી કુલ રૂા.૧,૨૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh