Advertisement
Author: નોબત સમાચાર

હયાતીની ખરાઈના પ્રમાણપત્ર અંગે સૂચના

જામનગર તા. ૧૩ઃ સંરક્ષણ મંત્રાલય (નાણા) વિભાગ દ્વારા સંરક્ષણદળના નિવૃત્ત થયેલ પેન્શનરો, સિવિલિયન પેન્શન મેળવતા કુટુંબીજનો જેઓ સ્પર્શ (સેન્ટ્રલ ડિફેન્સ પેન્શન સ્કીમ)માં સ્થળાંતર થયેલ છે, તેઓના વાર્ષિક જીવન પ્રમાણપત્રની ઓળખ અને ખરાઈ, ચકાસણી તા.૩૧-૧-ર૪ સુધીમાં કરી લેવા માટે કોમન સર્વિસ સેન્ટર અથવા લોકલ ઓડીટ ઓફિસ (સેના) સોલેરીયમ રોડ, આર્મી એરિયા, જામનગરનો સંપર્ક કરવો. આ બાબતની સર્વિસ મેળવવા માટે પેન્શન દ્વારા પોતાનો આધાર કાર્ડ, બેંક પાસબુક, પેન્શન પે ઓર્ડર તથા રજીસ્ટર થયેલ મોબાઈલ ફોન નંબર લાવવાનો રહેશે. જેઓ એ વાર્ષિક જીવન પ્રમાણપત્રની ઓળખ અને ખરાઈ, ચકાસણી કરી લીધેલ હોય, તેઓ એ ફરીથી કરવાની જરૂરત રહેતી નથી અને તેઓએ ફરી વાર્ષિક જીવન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહીં. તેમ યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh