Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાસ્તો કરીને સૂતેલા શ્રમિક ઉઠ્યા જ નહીંઃ
જામનગર તા. ૧૩ઃ ખંભાળિયા શહેરમાં ગુગ્ગળી ચોક નજીક ઓઝા ફળીમાં રહેતા એક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. જ્યારે ભાતેલ ગામમાં મજૂરી કામ માટે આવીને રહેતા પરપ્રાંતિય શ્રમિકને પણ હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા મનોજભાઈ શશીકાંતભાઈ કલોલીયા નામના બાવન વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા ઘરમાં હાજર તેમના પુત્ર હર્ષ સહિતના પરિવારજનોએ મનોજભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં આ પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનંુ જાહેર થયું છે. પોલીસે હર્ષનું નિવેદન નોંધ્યું છે.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં આવેલા અનિરૂદ્ધસિંહ ગંભીરસિંહ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અંતરભાઈ થાવરીયાભાઈ મૌર્ય (ઉ.વ.૩૦) નામના શ્રમિક ગઈકાલે સવારે નાસ્તો કર્યા પછી ખાટલા પર સુતા હતા ત્યારે બેભાન જેવી હાલતમાં જણાઈ આવતા તેમને સારવાર માટે ખંભાળિયા દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. મૃતકના પત્ની રેખાબેનનું પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial