Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા માર્કેટીંગ યાર્ડમાંથી છ બાચકા જીરૂની ચોરીઃ પોણા લાખના સ્ક્રુ ચોરાયા

રેલવે સ્ટેશન બહારથી બાઈકની ઉઠાંતરીઃ

જામનગર તા. ૧૩ઃ ઓખામંડળના આરંભડા ગામમાં ખાનગી કંપનીની સાઈટ પરથી રૂા.પોણા લાખના લોખંડના સ્ક્રુ ચોરાઈ ગયા છે. ખંભાળિયાના માર્કેટીંગ યાર્ડમાંથી જીરૂના છ બાચકા કોઈ ઉપાડી ગયું છે. ચાર મહિના પહેલાં ખંભાળિયાના રેલવે સ્ટેશન બહારથી એક આસામીનું બાઈક ચોરાયાની ફરિયાદ કરાઈ છે.

ઓખામંડળના આરંભડા ગામની સીમમાં એસ.પી. સીંગલા કંપનીની સાઈટ પરથી તા.૧૧ની રાત્રિના સમયે લોખંડના ૭૭ નંગ સ્ક્રુ જેક ચોરાઈ ગયા છે. અંદાજે રૂા.૭૫ હજારનો સામાન ચોરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે કંપનીના કર્મચારી રજનીશ વિશ્વમિત્ર શર્માએ ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયાના માર્કેટીંગ યાર્ડમાં આવેલા શેડ નં.પમાં યાર્ડના વેપારી રમેશભાઈ જીવાભાઈ કનારાએ જીરૂ રખાવ્યું હતું. તેમાંથી છ બાચકા જીરૂ ચોરાઈ ગયું છે. આ વેપારીએ રૂા.૧૦૪૫૦૦ની કિંમતનું જીરૂ ચોરી જવા અંગે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી છે.

ખંભાળિયામાં ખામનાથ સોસાયટીમાં રહેતા આફરીદ રફીકભાઈ શેખ નામના આસામીનું જીજે-૩-એચએન ૯૩૪૩ નંબરનું હીરો મોટર સાયકલ ગઈ તા.૨૫-૯ની રાત્રિએ રેલવે સ્ટેશન પાસેથી ઉપડી ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh