Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આલ્કોહોલ હોવાનું એફએસએલના રિપોર્ટમાં ખૂલ્યુંઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરના ખંભાળિયા નાકા પાસે ભુજીયા કોઠા નજીક આવેલી એક દુકાનમાંથી ગયા વર્ષે પોલીસે આયુર્વેદિક પીણાના નામે વેચાતા કેફી પીણાની બોટલો કબજે કરી હતી અને કિસાન ચોકમાં એક દુકાનમાંથી પણ આવી બોટલો મળી આવી હતી. તે બોટલની એફએસએલમાં ચકાસણી થતાં તેમાં આલ્કોહોલ જણાઈ આવતા બંને દુકાનદાર સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારથી તળાવની પાળ તરફ જવાના ઢાળીયા પર આવેલી શ્રીરામ પાન નામની દુકાનમાં ગઈ તા.૨૫-૧-૨૩ના દિને પોલીસે દરોડો પાડી ચકાસણી કરતા ત્યાંથી આયુર્વેદિક પીણાંના નામે વેચાતું નશાકારક કેફી પીણુ ઝબ્બે લીધુ હતું. તે દુકાનમાંથી ઈઝી સ્લીપ આસવ અરિષ્ઠા બ્રાંડની બોટલો કબજે કરવામાં આવી હતી. તેને પૃથ્થકરણ માટે મોકલાયા પછી તે પીણામાં ઈથાઈલ આલ્કોહોલ જણાઈ આવતા આ દુકાનના સંચાલક જીતેન્દ્ર રતીભાઈ ગડા ઉર્ફે જીતુ ભાનુશાળી સામે નશાબંધી સુધારા અધિનિયમની કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
તે જ રીતે ખંભાળિયા નાકા બહાર આવેલા કિસાન ચોકમાં ક્રિષ્ના પાન નામની દુકાનમાંથી ગઈ તા.૨૫-૧-૨૩ના દિને પોલીસે સ્ટોન અરિષ્ઠા આસવ ની બોટલો કબજે કરી હતી. તેનો નમૂનો પણ રાજકોટ સ્થિત એફએસએલમાં ચકાસવામાં આવતા તેમાં પણ ઈથાઈલ આલ્કોહોલની હાજરી જણાઈ આવી છે. આ દુકાનના સંચાલક કેતન રાજેશભાઈ કનખરા ઉર્ફે ભીખા સામે પણ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial