Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા સમાજને ગાળો ભાંડનાર શખ્સ સામે ઓખા પોલીસની નિષ્ક્રીયતાથી રોષ

એક અઠવાડિયું વિત્યા પછી પણ...

ઓખા તા. ૧૩ઃ પોરબંદરના વેપારી સાથે વ્યવસાયીક વાતચીતમાં જામનગરના બેકરીધારક પિતા, પુત્રએ સમગ્ર લોહાણા જ્ઞાતિને અનુલક્ષીને બેફામ ગાળો ભાંડવાના ચકચારી પ્રકરણમાં ઓખા લોહાણા મહાજને ફરિયાદ માટે તજવીજ કરી હતી પરંતુ માત્ર અરજી સ્વીકારનાર પોલીસે એક અઠવાડિયું વિત્યું હોવા છતાં નક્કર કામગીરી ન કરતા લોહાણા સમાજમાં ફરીથી રોષ જોવા મળી રહ્યો છે.

પોરબંદરના વેપારીને ધંધાકીય વાતચીતમાં જામનગરના બેકરીના વેપારી મનુ તથા તેના પુત્ર હર્ષ ખેતવાણીએ બેફામ ગાળો ભાંડી ધમકી આપવા ઉપરાંત સમગ્ર લોહાણા જ્ઞાતિને ગાળો ભાંડી હતી. તેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા સમાજમાં આક્રોશ ભડક્યો છે.

તે દરમિયાન ઓખા લોહાણા મહાજનના પ્રમુખ મોહનભાઈ બારાઈની આગેવાનીમાં રઘુવંંશી અગ્રણીઓએ ઓખા પોલીસ મથકે દોડી જઈ આ બાબતની ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી પરંતુ સમગ્ર સમાજને સ્પર્શતા આ સંવેદનશીલ પ્રકરણમાં પોલીસે ગુન્હો ન નોંધી અરજી સ્વીકારી હતી અને તે બાબતે કોઈ કામગીરી પણ કરી નથી ત્યારે ઓખાના લોહાણા સમાજમાં રોષ પ્રગટ્યો છે.

એક અઠવાડિયા પહેલાં ઉપરોક્ત રજૂઆતને પોલીસ સમક્ષ મુકવામાં આવી હોવા છતાં આરોપી સામે પોલીસે સંતોષજનક કાર્યવાહી કરી નથી તેથી બળતામાં ઘી હોમાયું છે. લોહાણા મહાજનના પ્રમુખ મોહનભાઈ બારાઈએ એક વાતચીતમાં ઓખા પોલીસ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી તેમ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh