Advertisement
Author: નોબત સમાચાર

એડવોકેટ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા પત્નીએ અદાલતમાં કરી માગ

પતિ સહિતના સાસરિયાઓ સામે નાખી કોર્ટમાં ધાઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરના એક પરિણીતાએ વકીલાતની પ્રેક્ટિસ કરતા પતિ સહિતના સાસરિયાઓ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ અદાલતમાં કેસ કર્યાે છે અને પતિના સ્ટેટસ મુજબ ભરણપોષણ તથા મકાન ભાડાની માગણી કરી છે. અદાલતે સામેવાળાઓને હાજર થવા હુકમ કર્યાે છે.

જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજ પાર્કમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા હરપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા સામે તેમના પત્ની ખ્યાતીબા રાજેન્દ્રસિંહ સરવૈયાએ જામનગરની અદાલતમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કેસ કરી વચગાળાનું ભરણપોષણ માગતી અરજી કરી છે.

તેઓએ પતિ ઉપરાંત રેલવેમાં નોકરી કરતા સસરા પ્રવીણસિંહ નાથુભા ઝાલા, મોટા સસરા અને નિવૃત્ત પોલીસ જમાદાર હાલુભા નાથુભા ઝાલા, સાસુ ગીતાબા પ્રવીણસિંહ ઝાલા તેમજ ગાંધીધામમાં વસવાટ કરતા પિતરાઈ નણંદ ક્રિષ્નાબા હાલુભા ઝાલા સામે કેસ કરી ખ્યાતિબાએ પતિને સ્ટેટસ મુજબ ભરણપોષણ મેળવવા તથા મકાન ભાડે લઈ શકે તે માટે ભાડુ અપાવવા અને દુખ, યાતના બદલ વળતર અપાવવા અને કરિયાવર પરત મળે તે માટે હુકમ ફરમાવવા કોર્ટ સમક્ષ માગણી કરી છે. અદાલતે સામેવાળાઓને હાજર થવા હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ અંકિતા સંઘપાલ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh