Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાંતિ પર્વનો થનગનાટઃ પરંપરાગત ઉપરાંત મોદી પતંગ પણ હિટ

ર૦૦ રૂપિયા સુધીની કિંમતની પતંગો અને રૂા. ૧પ૦૦ સુધીનો દોર માર્કેટમાંઃ શેરડી, જીંજરા, બોર, ચીકીની ખરીદી માટે ઘરાકી નીકળી

'છોટીકાશી' કહેવાતા જામનગર સહિત સમગ્ર હાલારમાં મકરસંક્રાંતિ પર્વને લઈને લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. પતંગ અને દોરની જોડી ધાબાઓ ઉપર ધૂમ મચાવવા તૈયાર છે. બેડીગેઈટ પાસે પતંગનો મોસમી વેપાર કરતા ખુઝૈમા મોદીના જણાવ્યાનુસાર પતંગમાં પ રૂપિયાથી લઈને ર૦૦ રૂપિયા સુધીના પતંગો ઉપલબ્ધ છે, જ્યારે દોરમાં પણ ર૦૦ રૂપિયાથી લઈ ૧પ૦૦ રૂપિયા સુધીના દોર ઉપલબ્ધ છે. પંરપરાગત પતંગો સાથે જ મોદી પતંગ આ વર્ષે પણ હિટ છે. પતંગની સાથે જ એસેસરીઝરૂપે બ્યૂગલ અને રંગબેરંગી કેપ-ચશ્મા પણ વેંચાઈ રહ્યા છે. ભાવ વધારાનો લોકોના ઉત્સાહ પણ કોઈ પ્રભાવ જોવા મળી રહ્યો નથી. શાસ્ત્રો અનુસાર મકરસંક્રાંતિ પર દાનનું મહત્ત્વ છે. જેને પગલે શેરડી, જીંજરા, ચીકી અને બોર જેવી વસ્તુઓની લારીઓ ઠેર ઠેર જોવા મળી રહી છે. લોકો મકસંક્રાંતિ સંબંધિત વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh