Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સંક્રાંતિ પર્વે કોઈ દુર્ઘટના બને તો
જામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા લોકોને સાવચેતીના પગલા લેવા જરૂરી સૂચનો કરાયા છે.
જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી દ્વારા જામનગરની જનતાને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે લોકો આ પર્વ સાવધાની અને સુરક્ષિત રીતે ઉજવે તે પ્રકારે અપીલ કરવામાં આવી છે. સાથે જ પર્વમાં સાવચેતીના ભાગરૂપે કેવા કેવા પગલાં લઈ શકાય, શું કરવું અને શું ના કરવું તે જરૂરી સૂચનો બહાર પાડવામાં આવ્યા છે.
તે મુજબ પ્રાથમિક સારવારની કિટ તૈયાર રાખો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે કેમ ? તેની ખાત્રી કરો, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો, ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચલાવવાનું પસંદ કરો, પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં પડશો નહીં, લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી, ગીચ રહેણાંક વિસ્તારોમાં પતંગ ચગાવવા નહીં, ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાનો ઉપરથી પતંગ ચગાવવો નહીં, પતંગ કપાઈ જાય તો મકાનોની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહીં, થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ફેંકવા નહીં.
જામનગર જિલ્લામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન કોઈપણ જગ્યા એ કોઈપણ દુર્ઘટના બને તો ઈમરજન્સીના સમયમાં જામનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ હેઠળના ટોલ ફ્રી નંબર ડીઈઓસી-૦ર૮૮-રપપ૪૩૦૪, ઈમરજન્સી ૧૦૮, કરૂણા અભિયાન-૧૯૬ર નો તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
કરૂણા અભિયાન હેઠળ સારવાર કેન્દ્રોના સરનામા-સંપર્ક નંબરો
જામનગર શહેર માટે સાંઈધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ-૭૯૮૪૪૦રપ૦૦, ૭૮૭૮પ પપપ૪૮ લાખોટા નેચર કલબ ડી.કે.વી. કોલેજ પાસે ૭પ૭૪૮ ૪૦૧૯૯, ૯૦૩૩પપ૦૩૪૧, કુદરત ગૃપ રેલવે સ્ટેશન પાસે, ગાંધીનગર ૯રર૮૮ ૭૭૯૧૧, શિવદયા ટ્રસ્ટ લાલપુર ચોકડી પાસે ૯૮૭૯૯ ૯૯પ૬૭, નિસર્ગ નેચર કલબ ગોકુલ નગર જકાતનાકા પાસે ૮૩ર૦૮ પ૦૩૭૧, ૮ર૦૦૭ ૯૭૬પ૬, ૯૦૩૩પ પ૦૩૪૧ જીવ સેવા ફાઉન્ડેશન સાત રસ્તા સર્કલ ૭ર૦૩૦ ૩૦ર૦૮, ૯૬૩૮૭ ૬૮૪૯૮, ૯૯૦૪૯ ૪૯૩ર૮ પર સંપર્ક થઈ શકશે.
જામનગર તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, ૭૯૮૪૩ ૬૦૩૦૦, ૯૦૯૯૩ ર૪૭૪ર, ૮ર૦૦૭ પ૬૧૧૮, ૮૭૮૦ર ૧૬૯ર૪, ૭પ૬૭૬૯૪૦૮, જામનગર અર્બન વાઈલ્ડલાઈફ ઈન્ફર્મરી એન્ડ પ્રાથમિક સારવાર કેન્દ્ર, ઠેબા ૭૯૮૪૩ ૬૦૩૦૦, પક્ષી અભયારણ્ય ખીજડીયા ૯૪૦૮પ ૭૮૮રર, ૯૪ર૭ર ર૭ર૩૮ સંપર્ક કરી શકશે.
જોડીયા તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તાલુકા પંચાયતની બાજુમાં ૮૮૪૯૩ ર૧૮૯૪, ૭૮પ૯૯ ૦ર૭રપ, ૭ર૮૪૯ ૩૬૪૬૧ સંપર્ક કરી શકાશે.
ધ્રોલ તાલુકા માટે આરએફઓની કચેરી, નોર્મલ રેન્જ, રાજકોટ જામનગર હાઈવે ૯૯રપ૪ ૩૯૭૭૦, ૯૭ર૭૯ ૩ર૩૦પ, સામાજિક વનીકરણ રેન્જ, જોડિયા રોડ, ૯ર૬પપ પ૭૮ર૯, ૯૮૯૮૩ ર૭૩૦૬ પર સંપર્ક કરી શકાશે.
જામજોધપુર તાલુકા માટે આરએફઓની કચેરી, નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ ૯૭૭૩ર ૩૪પ૮૬, ૯પપ૮૦ ર૪૩૭૩, ૭૬૯૮૧ ૮૧પ૧૧ પર સંપર્ક કરી શકાશે.
લાલપુર તાલુકા માટે આરએફઓની કચેરી, લાલપુર બસ સ્ટેન્ડ પાછળ ૬૩પ૪૬ ૮૩ર૦૬, ૮૩૪૭૭ ૦૧૪૭૭, ૯ર૬પર ૯૦૬૦૧, ૯૭૬૯૩ પ૧૧૧૧ પર સંપર્ક કરી શકાશે.
કાલાવડ તાલુકા માટે આરએફઓની કચેરી, ગંજીવાડા, નદીના સામે કાંઠે ૯૪ર૯પ ૧૯૪૯ર, ૯૦૩૩૦૭૭૯પર પર સંપર્ક કરી શકાશે.
સિક્કા ગામ માટે આરએફઓની કચેરી, મરીન નેશનલ પાર્ક ૯૪ર૬૬ ૭૩૦૬૦ પર સંપર્ક કરી ઘાયલ પક્ષીઓની મદદે આવવા વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.
ઉત્તરાયણમાં આટલું કરીએ
ફકત ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ. વૃક્ષો ઈલેકટ્રોનીક લાઈન અને ટેલીફોન લાઈનથી દૂર પતંગ ચગાવીએ. ઘાયલ પક્ષીને જોતાં તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ. ઘાયલ પક્ષીની આંખને કપડાંથી ઢાંકી હવાની અવર-જવર થઈ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્ર સુધી પહોંચાડીએ.
ઉત્તરાયણ દરમિયાન આટલું ન કરી કરૂણા અભિયાનમાં જોડાઈએ
સવારે ૯ વાગ્યે પહેલા કે સાંજના પ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, કયારેય પણ તુકલ કે ફુગ્ગા ન ચગાવીએ, ચાઈનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ. ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા યોગ્ય સારવાર સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial