Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચેશ્વર ટાવર પાસે ઈન્દ્રપ્રસ્થ સ્થિત
જામનગર તા. ૧૩ઃ જામનગરમાં મીઠાઈ વિક્રેતાઓમાં 'શિખંડ સમ્રાટ'નું નામ અગ્રણી ગણાતી અને પરંપરાગત મીઠાઈઓ સાથે અવનવી મીઠાઈઓ બનાવી હંમેશાં 'નવો ટેસ્ટ' પીરસવાનો અભિગમ ધરાવતી પેઢી પંચેશ્વર ટાવર પાસે આવેલ 'શીખંડ સમ્રાટ' ઈન્દ્રપ્રસ્થમાં સંચાલક જુગલભાઈ ચોટાઈ દ્વારા આ વર્ષે પણ શિયાળુ પાકમાં વેરાયટીફૂલ મીઠાઈઓ પ્રસ્તુત કરવામાં આવી છે, જેમાં ગોળના અડદિયા, ખળી સાકરના અડદિયા, સુગર ફ્રી ડ્રાયફ્રૂટ અડદિયા, કાચી ખાંડના અડદિયા, કેસર ડ્રાયફ્રૂટ અડદિયા, મસાલેદાર ડ્રાયફ્રૂટ અડદિયા, ચાસણીના ડ્રાયફ્રૂટ અડદિયા વગેરે કુલ ૭ પ્રકારના અડદિયા ઉપરાંત મહિલાઓ માટે સ્પેશ્યલ ગુંદપાક અને પુરુષો માટે ખાસ શક્તિવર્ધક સાલમપાક, કેસર યુક્ત બદામ પાક, સુગર લેસ ખજૂરપાક ઉપરાંત સુગર ફ્રી સિરીઝમાં અંજીરપાક, ગુંદપાક, બદામપાક, શિખંડ વગેરે આઈટમોનો સમાવેશ થાય છે.
જુગલભાઈ તેમના મેથીપાકને સાંધાના દુઃખાવા માટે અક્સીર દવા સમાન ગણાવી ડ્રાયફ્રૂટ મસાલેદાર કાટલાના લાડું પણ સ્વાદ સાથે પોષણ આપનારા હોવાનું જણાવે છે. સમગ્ર રાજ્યમાં ૭ પ્રકારના અડદિયા એકમાત્ર અહીં જ ઉપલબ્ધ હોવાના દાવા સાથે જુગલભાઈ જામનગરમાં સૌ પ્રથમ લીલવા કચોરી રજૂ કરવાનો શ્રેય પણ ગૌરવપૂર્વક લઈ પેઢીને બ્રાન્ડ બનાવવામાં પેઢીના સ્થાપક અને તેમના પિતા સ્વ. હર્ષદભાઈ ચોટાઈનું પુણ્ય સ્મરણ કરી તેમના જન્મદિન (૧ર જાન્યુઆરી) નિમિત્તે જનતા માટે સ્પેશ્યલ ઓફર રજૂ કરે છે. મકસંક્રાંતિ પર્વ પર એક કિલો અડદિયા કે કોઈપણ શિયાળુ પાકની ખરીદી પર અડધો કિલો ચવાણું ફ્રી આપવાની ઓફર 'સ્વીટ એન્ડ નમકીન'ના તાલમેલથી સ્વાદના શોખીનોના મોંમાં પાણી લાવી દે છે. ઉપરાંત સંક્રાંત પર સુરતી ઊંધીયુ, કેસરયુક્ત જલેબી અને ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર ફ્રી જલેબી પણ ઉપલબ્ધ રહેશે. આ ઓફર ફક્ત શિખંડ સમ્રાટ ઈન્દ્રપ્રસ્થમાં જ ઉપલબ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial