Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રના પાલઘરમાં બનેલી ભૂતકાળની ઘટના સાથે થઈ સરખામણીઃ
કોલકાતા તા. ૧૩ઃ પ. બંગાળના પુરૂલિયામાં ઉત્તરપ્રદેશના ત્રણ સાધુઓને લોકોના ટોળાએ નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા મામલો બીચક્યા પછી ભાજપે મમતા સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે.
બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં પુરૂલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તરપ્રદેશના ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પછી ભાજપે મમતા સરકારને ઘેરી લીધી છે. આ ઘટનામાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ પશ્ચિમ બંગાળમાં મોબ લિન્ચીંગનો મામલો સામે આવ્યો છે જેમાં લોકોના ટોળાએ ત્રણ સાધુઓને બાળકો ઉપાડનાર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જે પછી ભાજપ રાજ્યની તૃણમુલ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે.
જો કે આ મામલે હજુ સુધી ટીએમસી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયોને સોશિયલ મીડિયા એક્સ પર શેર કરતા લખ્યું હતું કે, 'મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ'. તેમણે સવાલો કરતા આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્ત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. ઉલ્લેખનિય છે કે, ૩૦ સેકેન્ડના વીડિયોમાં લોકોનું ટોળું સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા જોવા મળી રહ્યું છે. આ ઘટનાને અમિત માલવિયાએ મહારાષ્ટ્રના પાલઘરમાં ર૦ર૦ માં બનેલી ઘટના સાથે સરખામણી કરી હતી.
આ ઘટના અંગે પુરૂલિયા જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, જ્યારે સત્ય એ છે કે બે દિવસ પહેલા એટલે કે ૧૧ મી જાન્યુઆરીએ બપોરના સમયે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ત્રણ સાધુઓ અને ત્રણ સ્થાનિક સગીર વયની છોકરીઓ વચ્ચે ભાષાની સમસ્યાને કારણે ગેરસમજ ઊભી થતાં છોકરીઓએ બૂમો પાડીને ભાગવાનું શરૂ કર્યું હતું.
આ પછી ત્યાં ભીડ ભેગી થઈ ગઈ હતી અને ટોળાએ સાધુઓ સાથે મારપીટ કરી હતી. આ કેસમાં પોલીસે બાર લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે, આ ત્રણેય સાધુઓ ઉત્તરપ્રદેશથી પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ ગંગાસાગર મેળામાં જઈ રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial