Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમિક દંપતી-ખેતર માલિક સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૫: જોડિયાના લીંબુડા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ કરતા શ્રમિકને ખેતર ફરતે લગાડાયેલી ફેન્સીંગથી વીજ આંચકો લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તે પછી ખેતર માલિકની સુચનાથી આ ખેતરના શ્રમિક દંપતીએ મૃતદેહને ત્યાંથી ઉપાડી અન્ય સ્થળે ફેકી દીધો હતો. પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી ખેતર માલિક તથા શ્રમિક દંપતી સામે પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં આવેલા જીતેન્દ્રભાઈ ગાંભવા નામના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની લાલુભાઈ સહેપસિંગ અજનાર (ઉ.વ.રપ) નામના આદિવાસી યુવક ગયા મંગળવારે સાંજે સાતેક વાગ્યે ભાયાભાઈ નારણભાઈ કંડોરીયા નામના ખેડૂતના ખેતર પાસેથી પસાર થતા હતા.
આ વેળાએ તે ખેતરના ફરતે બાંધવામાં આવેલી ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા લાલુભાઈ ફેંકાઈ ગયા હતા. આ યુવાનનંુ વીજશોકથી મૃત્યુ નિપજ્યું હતું. તે બાબતની ખેતર માલિક ભાયાભાઈ કંડોરીયાને જાણ થયા પછી તેઓએ પોતાના ખેતરમાં કામ કરતા કાલુ ભુરસિંગ બુંદેડીયાને મૃતદેહનો નિકાલ કરવાની સૂચના આપતા કાલુ તથા તેની પત્ની કારીબેને મૃતદેહને ભાયાભાઈની વાડી પાસેથી .પાડી અન્ય સ્થળે ફેકી દીધો હતો.
ઉપરોક્ત કૃત્યની ગુરૂવારે જાણ થતાં રેખાબેને પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલી જોડિયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા પછી હાથ ધરેલી તપાસમાં આ શ્રમિકનું મૃત્યુ અન્ય સ્થળે થયું હોવાનું જણાઈ આવ્યું હતું. રેખાબેને પોતાના ખેતરમાં મગફળીના પાક ફરતે ફેન્સીંગમાં વીજ કરંટ દોડતો કરી ગુન્હાહિત કૃત્ય આચરનાર ભાયા નારણભાઈ કંડોરીયા તેમજ પુરાવાનો નાશ કરનાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના કાલુ ભુરસિંગ અને તેની પત્ની કારીબેન કાલુ સામે બીએનએસ કલમ ૧૦૫, ૫૪, ૨૩૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial