Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદની ફટકારાઈ સજા

ઈંધણની ખરીદી સામે અપાયા હતા ચેકઃ

જામનગર તા. પઃ જામનગરના એક આસામીએ પોતાના વાહનોમાં ભરાવેલા ઈંધણ અંગે બાકી રકમ ચૂકવવા આપેલા બે ચેક બેંકમાંથી પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાયા પછી અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગરમાં પેટ્રોલ અને ડીઝલનો વ્યવસાય કરતા એક આસામી પાસેથી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા નામના આસામીએ ડીઝલની ખરીદી કરી હતી. તેની રૂ. ૧, ૭૫,૪૦૦ની રકમ બાકી હતી.

તે રકમની ઉઘરાણી કરાતા રૂ. ૮૭,૭૦૦નો ચેક સહિત બે ચેક આપવામાં આવ્યા હતા. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ સજા તથા ચેકની રકમ દંડ પેટે ભરવા હુકમ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજાનો આદેશ થયો છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh