Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષના ચારેક ઘાયલઃ નવ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. પઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ફટાકડા ફોડવાની બાબતે બે પાડોશી વચ્ચે બોલાચાલી થયા પછી સામસામા હુમલા થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. બંને પક્ષના ચારેક વ્યક્તિને ઈજા થઈ છે. પોલીસે કુલ નવ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૩૧માં રામમંદિર પાસે વસવાટ કરતા દેવેન્દ્રભાઈ વિનોદભાઈ વાઘેલા દિવાળીની રાત્રે પોતાના પરિવાર સાથે ઘરની બહાર ફટાકડા ફોડતા હતા ત્યારે પાડોશમાં રહેતા મહેન્દ્ર જમનાદાસ ધબા તથા તેનો પુત્ર જય છરી તથા મુઢ સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ ફટાકડા ફોડવાની બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યા પછી દેવેન્દ્રભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને મહેન્દ્રભાઈએ છરી વડે હુમલો કરી દેવેન્દ્ર તથા શૈલેષ, ભાર્ગવ, પૃથ્વી, અનિકેત વગેરેને માર માર્યાે હતો.
ઉપરોેકત ફરિયાદ સિટી એ ડિવિઝનમાં કરવામાં આવી છે. તેની સામે મહેન્દ્રભાઈ જમનાદાસ ધબા નામના વૃદ્ધે વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ શેરીમાં નવીન વાઘેલાના પરિવારના લોકો ફટાકડા ફોડતા હતા ત્યારે એક સળગતો ફટાકડો મહેન્દ્રભાઈના ઘરના ફળીયામાં પડતા તેઓએ આ બાબતે કહ્યું હતું. તેનો ખાર રાખી નવીન તેમજ હકીન નવીનભાઈ વાઘેલા, હાર્દિક હકીન વાઘેલા, પ્રવીણ ચનાભાઈ ઝાલા, શૈલેષ, લાલો, સુનિલ વાઘેલા તથા અન્ય વ્યક્તિઓએ પાઈપ વડે હુમલો કરી મહેન્દ્રભાઈના પુત્ર જય તથા તેની પત્ની કોમલને માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ નવેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial