Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુટખા લેવાની ના કેમ પાડશ કહી લાકડી ફટકારીઃ
જામનગર તા. ૫: જામનગરના મયુરનગરમાં એક પ્રૌઢ પર બે ભાઈએ તલવાર, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. જ્યારે મોરકંડામાં ગાય હંકારવાની બાબતે પરિવાર પર હુમલો થયો હતો. અગાઉની માથાકૂટનો ખાર રાખી એક યુવાનના સ્કૂટરમાં ધોકાથી નુકસાન કરાયું હતું અને ગુટખા લેવાની ના કેમ પાડી તેમ કહી એક યુવાનને લાકડીથી ફટકારાયો હતો.
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલી પ્રજાપતિ વાડી નજીક વસવાટ કરતા વિનુભાઈ વ્રજલાલ રાજ્યગુરૂ નામના પ્રૌઢને ગયા શુક્રવારે સાંજે તેમના ઘર પાસે કેશુભાઈ જોગલના ભાઈએ રોકી ગાળો ભાંડી હતી. તે પછી ફોન કરીને કેશુ નગાભાઈ જોગલને બોલાવ્યો હતો. બંને વ્યક્તિએ ઢીકાપાટુ તથા તલવારથી હુમલો કરી વિનુભાઈને માર માર્યાે હતો. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિનુભાઈએ ફરિયાદ કરી છે.
જામનગર નજીકના મોરકંડા ગામમાં શંકર મંદિર પાસે રહેતા અશોકભાઈ દેવજીભાઈ રાઠોડ નામના પ્રૌઢના માતા સાથે ગાય હંકારવા બાબતે રાજુ બાબુભાઈ પરમાર તથા ભાર્ગવ રાજુભાઈ પરમાર નામના પિતા, પુત્રએ બોલાચાલી કર્યા પછી પાઈપ, છરીથી હુમલો કરી અશોકભાઈના માતાને ઈજા પહોંચાડી હતી. આ વેળાએ વચ્ચે પડનાર સાગર દેવજીભાઈને પણ ધોકાથી માર મારવામાં આવ્યો હતો અને ધમકી અપાઈ હતી.
જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી લુહારશાળ ચાર રસ્તા પાસેથી શુક્રવારે સવારે જઈ રહેલા સમીર રફીકભાઈ ઉમરા નામના યુવાનને અગાઉની માથાકૂટનો ખાર રાખી હિતેશ કનખરા નામના શખ્સે ઉભો રખાવ્યો હતો. આ શખ્સે સમીરને સ્કૂટર પરથી ઉતાર્યા પછી ગાળો ભાંડી ધોકાથી હુમલો કરી સમીરના સ્કૂટરમાં ભાંગફોડ કરી હતી અને રૂ. ૧૫ હજારનું નુકસાન કર્યું હતું. હીતેશ તથા તેની સાથે રહેલા કાના તથા બે અજાણ્યા શખ્સ સામે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે વસવાટ કરતા મૂળ રાજકોટના અજય મુકેશભાઈ રામાનંદી નામના યુવાનને ગયા બુધવારે સવારે ધરારનગર-૧માં રહેતા રઝાક હાસમ સંઘારે રોકી રાત્રે ગુટખા લેવાની ના કેમ પાડી હતી તેમ કહી ગાળો ભાંડ્યા પછી લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial