Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગરમાં યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ ટૂંકાવી લીધુ જીવતર

પત્નીનું નિવેદન નોંધી પોલીસે તપાસ શરૂ કરીઃ

જામનગર તા. ૫: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા એક યુવાને દિવાળીના દિવસે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર માં વાછરા ડાડાના મંદિર પાસે રહેતા કુલદીપસિંહ બળવંતસિંહ વાઢેર નામના આડત્રીસ વર્ષના યુવાને ગયા ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ યુવાને છતમાં રહેલા હુંકમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લેતાં તેઓનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની આશાબા વાઢેરે પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝનના પીએસઆઈ એમ.વી. દવેએ અપમૃત્યુ અંગે નોંધ કરી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh