Advertisement
Author: નોબત સમાચાર

૨૭મી નવેમ્બરે જોડિયામાં યોજાશે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ

જામનગર તા. ૫: આગામી તા. ૨૭ નવેમ્બરના જોડિયામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. ૧૪ નવેમ્બર સુધી અરજી કરી શકાશે.

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૭-૧૧-૨૦૨૪ ના સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાના અધિકારી, મામલતદાર અને એકઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જોડીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.

આગામી તા. ૧૪-૧૧-૨૦૨૪ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એકઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જોડીયાને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ કેટલીક બાબતોનું પાલન કરવાનું રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh