Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નવાનગર નેચર ક્લબ દ્વારા પ્રકૃતિ રંગોની સ્પર્ધા

વિજેતાઓને ઓનલાઈન પ્રમાણપત્રો અપાયાઃ

જામનગર તા. પઃ નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરમાં પ્રકૃતિ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રકૃતિ સાથે નાભિનાળથી જોડાયેલી આપણી બેનમૂન સંસ્કૃતિમાં લોકો પોતાની કળા, મનોભાવ અને શ્રદ્ધાને રંગોળીમાં કલાત્મક્તાથી રંગો પોતાનો પ્રકૃતિ પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સ્પર્ધામાં એક પણ સ્પર્ધકોએ પર્યાવરણને હાનિકારક હોય તેવા રંગો, વસ્તુઓ તથા કેમિકલ્સ ઉપયોગ નહોતો કર્યો જે ખૂબ જ આનંદની વાત હરી. રંગોળી દોરતા કલાકારોને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તથા લોકો સ્વચ્છતા અને પ્રકૃતિનો આદર કરતા શીખે તે જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.

ગ્રુપ 'એ' પોર્ટ્રેટ વિભાગમાં પ્રથમ વિભા ગજ્જર, દ્વિતીય કેતન ગોરડિયા, તૃતીય પૂનમ કનખરા તથા ગ્રુપ 'બી' કલાત્મક વિભાગમાં પ્રથમ ક્રિશા ગોરેચા, દ્વિતીય રચના ઘેડિયા, તૃતીય મધુ ગોજિયા વિજેતા થયા હતાં. તદુપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઓનલાઈન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થા પ્રમુખ વિજયસિંહ જાડેજા તથા દિનેશભાઈ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ અજા, ધર્મેશ પટેલે જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મોટીવેશનલ સ્પીકર હિમાંશુ જાનીએ કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રસિદ્ધ આર્ટિસ્ટ મિત્તલ ઘોરેચાએ સેવા આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh