Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશનો મદરેસા બોર્ડ એક્ટ બંધારણીયઃ સુપ્રિમ કોર્ટ

અલ્હાબાદના ચૂકાદાને પલટાવતી સર્વોચ્ચ અદાલતઃ

નવી દિલ્હી તા. પઃ સુપ્રિમ કોર્ટે ઉત્તરપ્રદેશના મદરેસા બોર્ડ એક્ટને બંધારણીય ઠરાવ્યો છે અને હાઈકોર્ટના ચૂકાદાને પલટાવ્યો છે.

સુપ્રિમ કોર્ટે ઉત્તરપ્રદેશ હાઈકોર્ટના ફેંસલાને પલટાવીને મદરેસા બોર્ડ એક્ટ-ર૦૦૪ ને બંધારણીય ઠરાવતા રાજ્યના ૧૬,૪૦૦ જટલા મદરેસા ચાલતા રહેશે અને તેને સરકારી સહાય પણ મળતી રહેશે.

સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો એ ચૂકાદો રદ્ કર્યો હતો, જેમાં વર્ષ ર૦૦૪ ના ઉત્તરપ્રદેશના મદરેસા બોર્ડ અધિનિયમને ગેરબંધારણીય ઠરાવાયો હતો.

આ સાથે જ મદરેસાને અપાતા ધાર્મિક શિક્ષણનો મુદ્દો ખતમ થઈ જશે કે કેમ? તેની ચર્ચા પણ શરૂ થઈ છે.

ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજસિંહે કહ્યું કે મુસ્લિમ વિદ્યાર્થીઓના હિતમાં ફેંસલો આવ્યો છે. હકીકતે આ એક્ટમાં સુધારા-વધારા કરવા જરૂરી છે. આ અંગે વિવિધ પ્રત્યાઘાતો તથા પ્રતિભાવો આવવા શરૂ થઈ ગયા છે અને મહદ્અંશે આ ચૂકાદાને આવકારવામાં આવી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh