Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓએ મેડલો મેળવી ગૌરવ વધાર્યું
જામનગર તા. પઃ તાજેતરમાં છત્રપતિ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પૂણેમાં યુનિયન ઓફ ગોજુ-ર્યુ કરાટે-ડુ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત કરાટે ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું. આ ચેમ્પિયનશીપમાં ભારત અને વિશ્વભરના પ૦૦ જેટલા સ્પર્ધકોએ હાજરી આપી હતી.
આ ચેમ્પિયનશીપમાં રાજેશ ઠક્કર કરાટે એકેડમી-મુંબઈના વિદ્યાર્થીઓએ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમણે પોતાની પ્રતિભાઓનું સુંદર પ્રદર્શન કર્યું હતું. મેડલ અને પ્રમાણપત્ર મેળવી રાજેશ ઠક્કર કરાટે એકેડમીનું ગૌરવ વધાર્યું હતું. આ તાલીમ માટે ભારતના રાષ્ટ્રીય કોચ સેનસેઈ કેવન ફટકિયાનો વિશેષ સહયોગ મળ્યો હતો.
ચેમ્પિયનશીપને સફળ બનાવવા માટે પી.જે. હિન્દુ જીમખાના, સેન્ટમેરી, યુનિયન ઓફ ગોજુ-ર્યુ કરાટે-ડુ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ધીરજ પવારની આગેવાની હેઠળ હેન્સી પીટર હાર્મ્સ, સેન્સેઈ બી.આર. મિત્રા, સેન્સેઈ ખાલેદ મન્સુર ચૌધરી, સેન્સેઈ ગણેશ દળવીએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial