Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાની સ્થાનિક ચૂંટણીઓમાં ૩પ ભારતીય મૂળના ઉમેદવારોએ ઝંપલાવ્યું

યુએસએમાં મૂળ ભારતીયોનો દબદબોઃ

વોશિંગ્ટન તા. પઃ અમેરિકામાં મૂળ ભારતીયોનો દરદબો જોવા મળી રહ્યો છે. ૩પ થી વધુ નેતાઓ સ્થાનિક કક્ષાની ચૂંટણીના મેદાનમાં છે.

થોડા દાયકા પહેલા સુધી અમેરિકાના રાજકારણમાં ગણ્યાગાંઠ્યા એકાદ ભારતીયનું નામ જોવા મળતું હતું, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અમેરિકામાં યોજાયેલી લોકલ બોડી અને સ્ટેટ ઈલેક્શન માટે ૩ ડઝનથી વધારે ભારતીય અમેરિકી મેદાનમાં છે.

ભારતીય અમેરિકી કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિનું માનવું છે, 'જો તમે ટેબલ પર નથી, તો તમે મેન્યુ પર છો' તુ હંમેશાં અલગ-અલગ ભારતીય-મેરિકી આયોજનોમાં જ આ સંદેશ આપતા સમુદાયના સભ્યોને તમામ સ્તર પર ચૂંટણીમાં ઉતરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે.

ભારતીય-અમેરિકી દ્વારા સ્થાનિક ચૂંટણીમાં દબદબાનું સૌથી મોટું ઉદાહરણ કેલિફોર્નિયામાં જોવા મળી રહ્યું છે, જ્યાં ર ભારતીય-અમેરિકી પ્રતિનિધિ, રો ખન્ના અને ડો. અમી બેરા, કોંગ્રેસમાં સેવા આપી રહ્યા છે. આ સિવાય ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હેરિસની માતા પણ ભારતમાં જન્મી હતી. કેલિફોર્નિયામાં ચૂંટણીમાં ભાગ લેનાર પ્રમુખ નામમાં આદલા ચિસ્તી (કાઉટી સુપરવાઈઝર, ડિસ્ટ્રીક્ટ ૧૧), અલિયા ચિસ્તી (સૈન ફ્રાંસિસ્કો સિટી કોલેજ બોર્ડ), દર્શના પટેલ (સ્ટેટ એસેમ્બલી), નિકોલે ફર્નાડીઝ (સૈન મેટેઓ સિટી કાઉન્સિલ), નિત્યા રામન (લોંસ એંજિલ્સ સિટી કાઉન્સિલ, ઋચા અવસ્થી (ફોસ્ટર સિટી કાઉન્સિલ) અને સુખદીપ કૌર (એમેરીવિલ સિટી કાઉન્સિલ) સામેલ છે.

આ ઉપરાંત તારા શ્રીકૃષ્ણન સિલિકોન વેલીના કેલિફોર્નિયા રાજ્ય વિધાનસભાના ડિસ્ટ્રીક્ટ ર૬ થી ચૂંટણી મેદાનમાં છે. જણાવી દઈએ કે કેલિફોર્નિયામાં આશરે ૯ લાખ ભારતીય અમેરિકી નિવાસી છે અને આ રાજ્ય આખા અમેરિકામાં ભારતીય-અમેરિકી સમુદાયનો સૌથી મોટો ગઢ છે.

મિશિગનમાં પણ ઘણાં ભારતીય-અમેરિકી ઉમેદવાર પણ સક્રિય છે જ્યાં તમામ બેઠક માટે ખૂબ જ નજીકનો મુકાબલો હોય છે. જેમાં મતનું અંતર ફક્ત ૧૦ હજાર સુધીમાં સમેટાઈ જાય છે. હિશિગનમાં ડો. અજય રામન (ઓકલેન્ડ કાઉંટી કમિશનર, ડિસ્ટ્રીક્ટ ૧૪) અને અનિલ કુમાર તથા રંજીવ પુરી (મિશિગન રાજ્ય હા.) ચૂંટણી મેદાનમાં છે. એરિજોનામાં પ્રિયા સુંદરેશન સ્ટેટ એસેમ્બલી માટે તો રવિ શાહ સ્કૂલ બોર્ડ માટે ચૂંટણી મેદાનમાં છે. પેન્સિલવેનિયામાં આનંદ પાટેકર, આનના થોમસ અને અરવિંદ વેંકટ સ્ટેટ હાઉસ તો નિકિલ સાવલ સ્ટેટ સીનેટ માટે ઉમેદવાર છે.

જ્યોર્જિયામાં અશ્વિન રામસ્વામી રાજ્ય સીનેટ માટે ચૂંટણી લડી રહ્યા છે અને જો તે ચૂંટણી જીતે છે, તો તે જ્યોર્જિયા સ્ટેટ સીનેટમાં સૌથી યુવા સભ્ય બનશે, જો કે દરમિયાન અશ્વિન રામસ્વામીને જાતિવાદી અને નફરતભર્યા નિવેદનોનો સામનો કરવો પડી રહ્યો છે. ઈલિનોયસમાં અનુશા થોઠકુરા સ્કૂલ બોર્ડ માટે અને નબીલ સૈયદ રાજ્ય હાઉસ માટે ઉમેદવાર છે. ઓહાયોમાં ચાંતેલ રઘુ કાઉંટી કમિશનર અને પવન પારિખ કાઉંટી ક્લર્ક ઓફ કોર્ટેસના પદ માટે ચૂંટણી મેદાનમાં છે. વળી, વર્જીનિયામાં ડેની અવુલા રિચમંડના મેયર પદ માટે ઉમેદવાર છે.

ટેક્સામાં પણ ભારતીય-અમેરિકી ઉમેદવારની લાંબી યાદી છે. જેમાં અશિકા ગાંગુલી (સિટી કાઉન્સિલ), કાથિંક સૂરા (રાજ્ય સીનેટ), નબીલ શીક (કાઉંટી કાંસ્ટેબલ), રમેશ પ્રેમકુમાર (સિટી કાઉંસિલ), રવિ સાંડિલ (જજ), સલમાન ભોજાની (સ્ટેટ હાઉસ), શેખર સિન્હા (સ્ટેટ હાઉસ), શરીન થોમસ (જજ), સુલેમાન લાલાની (સ્ટેટ હાઉસ) અને સુમ્બલ ઝેબ (કાઉંટી એપ્રેઝલ કોર્ટ) ના નામ સામેલ છે. વળી, ન્યૂયોર્કમાં ઝેરમી કુની અને મનીતા સાંગવી સ્ટેટ સીનેટ માટે અને ઝોહન મમદાની સ્ટેટ એસમ્બલી માટે ચૂંટણી લડી રહ્યા છે. વોશિંગ્ટનમાં મનકા ધીંગરા એટર્ની જનરલ પદ માટે ચૂંટણી મેદાનમાં છે, જો કે મોના દાસ પબ્લિક લેન્ડ્સ કમિશનરના પદ માટે ઉમેદવાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh