Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની દસમી વર્ષગાંઠની ઉજવણી
શ્રીમતી નીતા એમ. અંબાણીએ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની સ્મૃતિમાં શરૂ કરાયેલ નવી આરોગ્ય સેવા યોજનાના ભાગરૂપે સીમાંત સમુદાયોની ૧,૦૦,૦૦૦ થી વધુ મહિલાઓ અને બાળકોને મફત તપાસ અને સારવાર આપવાનું વચન આપ્યું છે. સદનુસાર જન્મજાત હૃદય રોગ ધરાવતા પ૦,૦૦૦ બાળકો તથા પ૦,૦૦૦ મહિલાઓ માટે સ્તન અને સર્વાઈકલ કેન્સરની મફત તપાસ અને સારવાર ઉપરાંત ૧૦,૦૦૦ કિશોરીઓ માટે સર્વાઈકલ કેન્સરનું મફત રસીકરણ કરવાનો સમાવેશ થાય છે.
શ્રીમતી નીતા એમ. અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જે બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક તપાસ અને સારવારને પ્રાથમિક્તા આપે છે. આ નવી આરોગ્ય સેવા યોજનાના ભાગરૂપે શ્રીમતી નીતા એમ. અંબાણીએ પ૦,૦૦૦ બાળકોમાં જન્મજાત હૃદય રોગની મફત તપાસ અને સારવારનું વચન આપ્યું છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની ૧૦ મી વર્ષગાંઠની ઉઝવણી નિમિત્તે પ૦,૦૦૦ મહિલાઓમાં સ્તન અને સર્વાઈકલ કેન્સરની મફત તપાસ અને સારવાર અને ૧૦,૦૦૦ કિશોરીઓ માટે મફત સર્વાઈકલ કેન્સર રસીકરણ કરાવાશે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, '૧૦ વર્ષથી સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દરેક ભારતીય માટે વિશ્વ કક્ષાની સ્વાસ્થ્ય સંભાળ કિફાયતી અને પહોંચક્ષમ બનાવવાના અમારા ધ્યેયને અનુસરીને કાર્યરત છે. અમે લાખ્ખો જીવનને સ્પર્ધા છીએ અને અસંખ્ય પરિવારને આશા આપી છે. અમે આ સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ઉપેક્ષિત સમુદાયના બાળકો અને મહિલાઓ માટે નિઃશુલ્ક 'નૂતન સ્વાસ્થ્ય સેવા યોજના' શરૂ કરી રહ્યા છીએ, કારણ કે અમે માનીએ છીએ કે ઉત્તમ સ્વાસ્થ્ય સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે અને સ્વસ્થ મહિલા તથા બાળકો ચેતનવંતા સમાજનો આધાર છે.'
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે અસાધારણ આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો એક દાયકો પૂર્ણ કર્યો છે. છેલ્લા એક દાયકામાં અમારી હોસ્પિટલે ૧.પ લાખથી વધુ બાળકો સહિત ૧.૭પ મિલિયન ભારતીયોના જીવનને સ્પર્શ્યુ છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ તેના દર્દીઓને ક્લાસ ક્લિનિકલ કેર, અત્યાધુનિક ટેકનોલોજી અને છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર સીમાચિન્હો હાંસલ કરવામાં અગ્રણી છે. અસંખ્ય સિદ્ધિઓ પૈકી સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે ૫૦૦થી વધુ અંગ પ્રત્યારોપણ કર્યા છે, અને ર૪ કલાકની અંદર ૬ અવયવ પ્રત્યારોપણ કરવાનો રેકોર્ડ અનેક લોકોના જીવ બચાવ્યા છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ભારતમાં સતત નંબર ૧ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial