Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા નજીક
અમદાવાદ તા. પઃ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા નજીક બૂટલેગરને દબોચવા જતા અકસ્માત થયો હતો, જેમાં એક પી.એસ.આઈ.નું મૃત્યુ થયું હતું, જ્યારે બે કોન્સ્ટેબલ ઘાયલ થયા છે.
ગુજરાતમાં વધી રહેલો દારૂ અને અસામાજિક તત્ત્વોનો જાહેરમાં આતંક સૂચવે છે કે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. સાથે જ બૂટલેગરોને તો જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ પોલીસ પર પણ હુમલો કર્યાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ નજીક બૂટલેગરનો પીછો કરતા અકસ્માતમાં પી.એસ.આઈ.નું મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહન અડફેટે કારનો અકસ્માતની ઘટનામાં એસએમસીના પીએસઆઈ જે.એમ. પઠાણનું મોત થયું છે. વિરમગામ સરકારી હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જાહીદખાન મુનસફખાન ઘઠાણનું મોત નિપજ્યું છે. કોઈ કાર સાથેનો બૂટલેગરનો પીછો કરતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે. સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલના એસએમસીના પીએસઆઈ જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતાં. દરમિયાન પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણયા ટ્રકચાલકે તેમની કારને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં એસએમસી પીએસઆઈ પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતુ, જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી. ઈજાગ્રસ્ત બન્ને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
રાજ્યમાં પોલીસ તંત્ર દારૂના વેંચાણ બંધ કરવા અને દારૂબંધીની કડક અમલવારી મામલે એક્શન મોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બૂટલેગરો બેફામ બન્યા છે, ત્યારે બૂટલેગરોએ પોલીસ પર હુમલો કરી પોલીસ વાનને સળગાવવાની ઘટના સામે આવી છે, ત્યારે પોલીસે પોતાના બચાવમાં ફાયરીંગ કર્યું હોવાની ઘટના પણ સામે આવે છે. તેવામાં સુરેન્દ્રનગરના કઠાડામાં બૂટલેગરનો પીછો કરતા સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ જાવીદ પઠાણનું અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં મોત થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial