Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડ્યો માનવ મહેરામણઃ આતશબાજી અને સુશોભન રોશનીનો ઝળહળાટ
જામનગર તા. પઃ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં દિવાળીની ધમાકાભેર અને હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અનેક લોકોએ રજાના દિવસોનો લાભ લઈને બહારગામ હરવા-ફરવા નીકળી ગયા હતાં. આખરે રજાનો માહોલ પૂર્ણ થયો છે અને લોકો પુનઃ કામે વળગ્યા છે. ખાસ કરીને દ્વારકામાં માનવ મહેરામણ દર્શન માટે ઉમટી પડ્યું હતુ અને હજારો લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતાં અને ધન્યતા અનુભવી હતી. હાલાર પંથકમાં દિવાળીના સપરમા દિવસોની લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. ઘરે ઘરે આકર્ષક રંગોળી બનાવી હતી ઘરે અને ધંધાકીય સ્થળોએ આશોપાલવના તોરણો બંધાયા હતા એક મેકને લોકોએ મીઠાઈ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને બાળકો સહિતનાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સૌથી વધુ દિવાળીની રાત્રે ભારે આતશબાજી કરવામાં આવતા આકાશ ધડાકાભેર ગુંજી ઉઠ્યું હતું. શહેરો-નગરોમાં રોશનીના શણગાર કરાયા હતાં. આ પછી નવા વર્ષ એકબીજાને સાલ મુબારક પાઠવાયા હતાં. આ પછી ભાઈબીજની પણ આસ્થાભેર ઉજવણી થઈ હતી.
જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દિવાળીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. હજારો લોકો કાળીયા ઠાકોરના દર્શન માટે ઉમટી પડયા હતાં. આથી દ્વારકામાં પગ મુકવાની પણ જગ્યા ન હતી.
મંદિરમાં દર્શન માટે લાંબી કતારો લાગી હતી જો કે, શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર તહેવારો સંપન્ન થયા હતાં. હવે ધીમેધીમે માહોલ પૂર્વવત થઈ રહ્યો છે. સરકારી સહિત અમુક કચેરીઓ શરૂ થવા પામી છે. લોકો રજાની મોજ માણી કામે વળગ્યા છે બાકી આવતીકાલે લાભપાંચમથી ધંધાઓ ખૂલશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial