Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મગફળી, મગ, અડદ અને સોયાબીનની
જામનગર તા. પઃ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નોંધણીની સમયમર્યાદામાં વધારો કરાયો છે. ખેડૂતો આગામી તા. ૧૦-૧૧-ર૦ર૪ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ ર૦ર૪-રપ માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો કરવાનો સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો છે. જે અન્વયે ખેડૂતો હવે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાં વીસીઈ મારફતે તા. ૧૦-૧૧-૨૦૨૪ સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ મારફત કરાવી શકશે.
ભારત સરકાર વર્ષ-૨૦૨૪-૨૫ મગફળી માટે રૂ. ૬૭૮૩, મગ માટે રૂ. ૬૮૮૨, અડદ માટે રૂ. ૭૪૦૦ તથા સોયાબીન માટે રૂ. ૪૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે. ભારત સરકારની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાત્તા સાય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
વિવિધ ખરીદી કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ ૫છી તા. ૧૧-૧૧-૨૦૨૪ થી તા. ૦૮-૦૫-૨૦૨૫ સુધી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial