Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરમાં જઈને માફી માંગે અથવા
મુંબઈ તા. પઃ મુંબઈના ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ફરીથી એક સંદેશ મળ્યો છે, જેમાં સલમાન ખાનને મારી નાંખવાની ધમકી અપાઈ છે. આ કારણે સલમાન ખાનની સુરક્ષા વધારી દેવાઈ છે.
મુંબઈ ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ધમકીભર્યો મેસેજ લોરેન્સ બિશ્નોઈના ભાઈએ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છેકે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે અમારા મંદિરમાં જઈને માફી માંગે અથવા પાંચ કરોડ રૂપિયા આપે. જો આમ નહીં કરવામાં આવે તો તેઓ સલમાન ખાનને મારી નાખશે. આ મેસેજમાં લખ્યું છે કે અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.
સલમાન ખાનના નામે આ ધમકીર્યા મેસેજની માહિતી અડધી રાત્રે મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા અધિકારીએ ગઈકાલે (સોમવારે) અડધી રાત્રે આ મેસેજ વાચ્યો ત્યારે તેને સમગ્ર મામલાની માહિતી મી. હાલ પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. હાલમાં સલમાન ખાનને મળેલી ધમકીને લઈને વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તેને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, પાંચ દિવસ પહેલા પણ આવું જ કંઈક થયું હતું. હકીકતમાં ૩૦ ઓક્ટોબરે પણ એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, તેમજ બે કરોડની માંગણી કરવામાં આવી હતી.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી સલમાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે. એક પછી એક જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. જેને પગલે સલમાન ખાનની સિક્યુરીટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જો કે ધમકી મળવાનો સિલસિલો તો યથાવત્ જ છે. વધુ એકવાર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial