Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોટલમાંથી ઓનલાઈન ફ્રોડ આચરતા ચાર શખ્સ દબોચી લેવાયા

લેપટોપ, સીમકાર્ડ કબજે કરાયાઃ

જામનગર તા. ૫: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓશવાળ હોસ્પિટલ સામે આવેલી એક હોટલમાંથી સાયબર ક્રાઈમ પોલીસ તથા એસઓજીએ ચાર શખ્સને દબોચી લીધા છે. આ શખ્સો ઓનલાઈન ફ્રોડ આચરી તેના નાણા સગેવગે કરવાની તજવીજ કરતા હતા. લેપટોપ, છ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. અન્ય બે શખ્સના પણ નામ ખૂલ્યા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઓશવાળ હોસ્પિટલ સામે કૈલાસ હોટલમાં કેટલાક શખ્સો રૂમ નં.૨૦૯માં ઉતર્યા હોવાની તથા આ શખ્સો કેટલાક વ્યક્તિઓ સાથે ઓનલાઈન ફ્રોડ કરી તેના નાણા સગેવગે કરવાની તજવીજ કરી રહ્યા હોવાની બાતમી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હે.કો. કે.વી. જાડેજા તથા એસઓજીના બી.એમ. જાડેજાને મળતા પી આઈ બી.એન. ચૌધરી તથા પીઆઈ આઈ.એ. ધાસુરાને વાકેફ કરાયા પછી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ ધસી ગઈ હતી.

ત્યાં આવેલા રૂમ નં.૨૦૯માં તલાશી લેવાતા રાહુલ હીરાભાઈ નારોલા (રહે. વરાછા-સુરત, મૂળ અમરેલીના દામનગર), એમ.ડી. બાદશાહ એમ.ડી. નાસીર (રહે. બેન્ડેલ, જિ. હુગલી, રાજ્ય પ. બંગાળ), અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહંતો (રહે. બડગામ, જિ. રામગઢ, રાજ્ય ઝારખંડ) તથા જામનગરના તુષાર ઘેટીયા (રહે. કૃષ્ણનગર), સુરતના ભાર્ગવસિંહ ચુડાસમા, જોધપુરના રાજ ચંપાવત નામના શખ્સો મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી ત્રણ ચેકબુક, જુદી જુદી બેંકના આઠ ડેબીટ કાર્ડ, લેપટોપ, ટેબ્લેટ, છ મોબાઈલ, ત્રણ સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા છે.

આ શખ્સો પોતાનો ઈરાદો પાર પાડવા માટે ઓનલાઈન ફ્રોડ કરી બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવી તે રકમ પોતાના મળતીયાઓના ખાતામાં મોકલાવી આપતા હતા. આ શખ્સોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh