Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ભારત શ્રેષ્ઠ ભારતના સુત્રને સાકાર કરવા
જામનગર તા. ૫: ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ થી ૧પ ઓટકોબર દરમીયાન વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરે છે.
વિકાસ સપ્તાહ ર૦ર૪ની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં કલેકટર બી.કે. પંડ્યા સહિતના અધિકારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સૌ એ એક ભારત શ્રેષ્ઠ ભારતના સુત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહેવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહી દેશના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા અંગે શપથ લીધા હતાં. આ શપથગ્રહણમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, પ્રાંત અધિકારીઓ, અધિકારીઓ તથા સ્ટાફ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial