Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ વર્ષ પહેલાં કરાયો હતો દાવોઃ
જામનગર તા. ૫: જામનગરના એક મહિલાએ અદાલતમાં ત્રીસ વર્ષ પહેલાં વડીલોપાર્જીત જગ્યામાંથી હિસ્સો મેળવવા દાવો કર્યાે હતો. તે દાવો દસ વર્ષ પહેલાં રદ્દ કરાતા અપીલ કરાઈ હતી. તે અપીલ પણ રદ્દ થઈ છે.
જામનગરના પ્રેમીબેન દામજીભાઈ નામના મહિલાના વારસ અમૃતબેન નારણ વગેરે દ્વારા ગુજરનાર વીરા કાના, પ્રેમા કાના, નાથા કાના, સામા કાનાના વારસો સામે દીવાની અદાલતમાં વડીલોપાર્જીત ખેતી જમીનમાં હિસ્સો મેળવવા વર્ષ ૧૯૮૪માં દાવો કર્યાે હતો.
તે દાવો ચાલી જતાં પોતે પ્રેમીબેન દામજી કાનાના પુત્રી હોવાનું પુરવાર કરી શક્યા ન હતા. વર્ષ ૨૦૧૪માં તે દાવો અદાલતે રદ્દ કર્યાે હતો. તે હુકમ સામે ઉપરની કોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલ પણ રદ્દ કરવાનો હુકમ થયો છે. વીરા કાનાના વારસો તરફથી વકીલ ભગવાનજી રાઠોડ, જય રાઠોડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial