Advertisement
Author: નોબત સમાચાર

'નોબત' પરિવારના વડીલ સ્વ. કિરણભાઈ માધવાણીને અગ્રણીઓ-સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ

'નોબત' પરિવારના વડીલ તથા નવાનગર કો.ઓ. બેંકના પૂર્વ ચેરમેન તથા જામનગર લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ કિરણભાઈ રતિલાલ માધવાણીનું દુઃખદ નિધન થતાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સંસ્થાઓ દ્વારા શોક સંદેશા પાઠવી સ્વ. કિરણભાઈને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયમાંથી સીએમ દ્વારા ટેલીફોન દ્વારા શોક સંદેશો પાઠવવામાં આવ્યો હતો. ત્યારે પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ રૂબરૂ આવીને પરિવારજનોને દિલસોજી પાઠવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ટેલીફોન પર માધવાણી પરિવારને સાંત્વના પાઠવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેકટર (કોર્પાેરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણીએ દિલસોજી વ્યક્ત કરી જણાવ્યું હતું કે કિરણભાઈ અને માધવાણી પરિવાર સાથે મારો નાતો વર્ષાે જુનો છે. તેમણે ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા શોકસંદેશો પાઠવી ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

એસ્સાર ગ્રુપના ડાયરેકટર મનિષ કેડીયાએ ખાસ મુંબઈથી આવીને સ્વ. કિરણભાઈ માધવાણીને પુષ્પાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી, કનૈયાલાલ મોટલા પણ તેમની સાથે જોડાયા હતાં.

ન્યૂ એનર્જી લિ.ના ડાયરેકટર તથા દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના વાઈસ ચેરમેન ધનરાજભાઈ નથવાણી, ૭૯-જામનગર બેઠકના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢાએ સ્વ. કિરણભાઈ માધવાણીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી ભાવાંજલિ અર્પણ કરી હતી.

નવાનગર કો.ઓ. બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડીરેકટર્સ, નવાનગર કો.ઓ. બેંકના સ્ટાફ પરિવાર તથા નવાનગર કો.ઓ. બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વરા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગર લોહાણા મહાજન, લોહાણા કન્યા છાત્રાલય, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રી, સમાજ સેવક મહાવીર દળ, માતુશ્રી વિરબાઈ એજ્યુ. એન્ડ મેડીકલ ફાઉન્ડેશન, વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, સ્ત્રી નિકેતન, વિદ્યોતેજક મંડળ, વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રુપ, શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા (જોડીયા), ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, આર્ય સમાજ (જામનગર), જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન, એડવોકેટ દિલીભાઈ મામતોરા એન્ડ એસોસીએટસ, હર્ષ પોલીપેક પ્રા.લી., એ. કે. મહેતા, વગેરેએ શોક સંદેશા પાઠવીને સ્વ. કિરણભાઈ માધવાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

સદ્દગતની પ્રાર્થના સભામાં જામનગર શહેર, જીલ્લો, રાજકોટ, અમદાવાદ, મુંબઈથી અગ્રણીઓ, સ્નેહીજનોએ રૂબરૂ ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh