Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીપળીમાં બે શખ્સે ગાળો ભાંડી હડધૂત કર્યાની રાવઃ
જામનગર તા. પઃ લાલપુરના પીપળી ગામમાં દિવાળીની રાત્રે એક ખેતર પાસે બાઈક રાખવાના પ્રશ્ને બે શખ્સે ગાળો ભાંડી એક એડવોકેટને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. જયારે શંકરટેકરીમાં બાઈક સાઈડમાં લેવાના પ્રશ્ને મારા મારી થયા પછી એક યુવાનના બાઈકને સળગાવી નખાયું હતું.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા જયદીપ ભીખાભાઈ મકવાણા નામના બૌદ્ધ યુવાન અને તેમના કૌટુંબી કાકાઓ ગયા ગુરૂવારે રાત્રે જયદીપના ખેતરમાં હતા ત્યારે પીપળી ગામનો જગદીશ ઉર્ફે જગો પાલાભાઈ ઝાપડા ફોર્ચ્યુનર મોટર લઈને આવ્યો હતો. તેણે ખેતરના દરવાજામાં લાતો મારી હતી અને રોડ વચ્ચે મોટરસાયકલ કેમ રાખો છો તેમ કહી ગાળો ભાંડી જયદીપને ફડાકો ઝીંક્યો હતો અને મુળજીભાઈને ધક્કો મારી ઢીકાપાટુથી માર માર્યાે હતો. લાલપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂનગરમાં વિજય મુળજી ભાઈ પાડાવદરા નામના યુવાનના ઘર પાસે તેઓએ બાઈક મૂક્યું હતું. ત્યાં મયુર ચાવડાનું બાઈક પણ રાખવામાં આવ્યું હતું. તે બાઈક લઈ લે તો હું મારી બાઈક કાઢી લઉં તેમ વિજયના ભાઈએ કહેતા મયુર ચાવડા નામના શખ્સે ગાળો ભાંડી હતી તેને ગાળો બોલવાની ના પાડતા મયુર તથા પ્રકાશ પરમારે ઝઘડો કર્યા પછી મયુરે છરીથી અને પ્રકાશે ધોકાથી હુમલો કરી શેરીમાં દેખાઈશ તો જીવતો સળગાવી નાખીશ તેવી ધમકી આપી હતી અને વિજયનું બાઈક સળગાવી નાખ્યું હતું. સિટી સી ડિવિઝન પોલીસમાં વિજય પાડાવદરાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial