Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના
અમદાવાદ તા. ૨૭: ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના વાવડ છે, જયારે કેટલાક સ્થળે ઝાપટાં પડયા છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહૃાો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડી રહૃાો છે. રાજુલા તાલુકાના ચૌત્રા ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહૃાો છે. જાફરાબાદ તાલુકાના વઢેરા, મીતીયાળા, નાગેશ્રી, સરોવડા, ભટવદર, કંથારીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહૃાો છે. હાલમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો ભારે ઉકળાટનો સામનો કરી રહૃાા છે, ત્યારે આજે આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદ પડે તે શક્યતા છે. લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે વરસાદ પડે તેવી આશા રાખી રહૃાા છે.
ગીર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહૃાો છે. ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદની ઘમાકેદાર શરૂૂઆત થઈ છે. ઉનાના કંસારી, ભાચા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ગીર ગઢડાના ધોકડવા, જામવાળા સહિતના ગામોમાં વરસાદ વરસી રહૃાો છે. ચોમાસાની વહેલી શરૂૂઆતને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદને પગલે છેલ્લા બે દિવસથી પ્રવર્તી રહેલી અસહૃા ગરમીમાંથી લોકોને રાહત મળી છે.
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહૃાો છે. જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડાંગર, કેરી અને કેળાના પાકને મોટું નુકસાન થઈ રહૃાું છે. તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.
ભરૂચમાં ગાજવીજ સાથે મોડીરાથી વરસાદ ખાબકી રહૃાો છે. ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી-પાણી થતાં જનજીવન પર તેની અસર વર્તાઈ રહી છે. વરસાદને પગલે નોકરી-ધંધાએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અંકલેશ્વરમાં મોડીરાત્રથી શરૂૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી નોંધાયો હતો. ભારે પવનના કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભરૂૂચ જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટમાં ૧-૧ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાં લોકોને આકરી ગરમીમાં રાહત મળી છે.
છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં રાતના ૨થી સવારના ૬ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ, જ્યારે નસવાડીમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચીખલી અને વાંસદામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને કારણે ખાસ કરીને ખેતીમાં નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે. ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવણી પૂર્વ તૈયારી ખોરવાઈ છે, જ્યારે કેરી ખરી જતાં ખેડૂતોએ નુકસાન સહન કરવું પડી રહૃાું છે.
હવામાન વિભાગે ૧ જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરી છે. આજે (૨૭ મે) મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે ૪૦થી ૫૦ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ૨૮ અને ૨૯ મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં મોડીરાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહૃાો છે. વલસાડ, તાપી, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે ૫૬ ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. તો ગીર પંથકમાં ફરી મેઘમંડાણ થયા છે અને ધોધમાર વરસાદ વરસી રહૃાો છે. જૂનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ગિરનારનાં ભદ્ભુત દૃશ્યો સામે આવ્યાં છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં અલગ-અલગ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે ભીની આંધી અને ભારે પવનના કારણે રોપવે સેવા અટકાવી દેવામાં આવી છે. આકાશમાં છવાયેલા ઘેરા વાદળો વચ્ચે ગિરનારનો નજારો અદભુત લાગી રહૃાો છે. ભક્તો માટે વિશેષ આનંદદાયક ક્ષણ એ હતી, જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા. યાત્રાળુઓએ દૃશ્ય અને વાતાવરણ બંનેનો આનંદ માણ્યો, તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તકેદારીનાં પગલા લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial