Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત વર્ષ પહેલાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૭: જામનગરમાં ભોઈવાડા પાછળ કોળીવાડમાં સાત વર્ષ પહેલાં એક યુવાન પર ઘાતક હુમલો થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી ચાર આરોપીની ધરપકડ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે.
જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં હોળીના તહેવાર પર કોળી તથા ભોઈ જ્ઞાતિના કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મુકેશ ચકુ સકેસરીયા નામના શખ્સ પર તેનો ખાર રાખી હેમાંશુ કાંતિલાલ મહેતા, તેજસ સુરેશભાઈ જેઠવા, સંદીપ નરેન્દ્રભાઈ મહેતા, અલ્પેશ રસીકભાઈ ચૌહાણ નામના શખ્સોએ ગઈ તા.૧૮-૪-૧૮ ના દિને કોળીવાડમાં વાહન પર ગુસ્સો ઉતાર્યાે હતો અને મુકેશ પર છરીથી હલ્લો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.
પોલીસે હત્યા પ્રયાસ, પૂર્વયોજિત કાવતરૂ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ ભાવિકા જોષી, બી.એચ. જાડેજાની દલીલો ગ્રાહ્ય રાખી ચારેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial