Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં કોરોનાના ૧૦૪પ કેસઃ દસ દર્દીના મૃત્યુ

સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમેઃ અઠવાડિયામાં જ ૭૬ કેસ વધ્યાઃ હજુ સુધી કોઈ મૃત્યુ નહીં:

                                                                                                                                                                                                  

નવી દિલ્હી તા. ર૭: દેશમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના ૧૦૪પ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૮૩ કેસો નોંધાયા છે. કોરોનાએ મહારાષ્ટ્રમાં પાંચ, કેરળ અને રાજસ્થાનમાં બબ્બે અને કર્ણાટકમાં એક દર્દીનો ભોગ લીધો છે.

દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૧૦૪પ પર પહોંચી ગઈ છે. કેરળમાં સૌથી વધુ એક્ટિવ કેસ ૪૩૦ છે. મહારાષ્ટ્રમાં ર૧૦, દિલ્હીમાં ૧૦૪ અને ગુજરાતમાં ૮૩ કેસ છે. કર્ણાટકના ૮૦ કેસમાંથી ૭૩ કેસો એકલા બેંગલુરૂમાં છે તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં કુલ ૧૦ દર્દીના મોત થયા છે. આમાંથી આઠ લોકોના એક જ અઠવાડિયામાં મૃત્યુ થયા. કોરોનાને કારણે સૌથી વધુ પાંચ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. સોમવારે થાણેમાં એક મહિલાનું મોત થયું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં ૭૮૭ નવા દર્દીઓ નોંધાયા છેે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર ડો. રાજીવ બહલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ૪ વેરિયન્ટ મળી આવ્યા છે. આમાં એલએફ.૭, એક્સએફજી, જેએન.૧ અને એનબી.૧.૮.૧ વેરિયન્ટનો સમાવેશ થાય છે.

સોમવારે જયપુરમાં કોરોનાના ર દર્દ્યીઓના મોત થયા તેમાંથી એક રેલવે સ્ટેશન પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજુ મૃત્યુ એક ખાનગી હોસ્પીટલમાં ૬ દાખલ ર૬ વર્ષિય યુવકનું હતું. તે પહેલાથી જ ટીબીથી પીડાતો હતો.

આ દરમિયાન મહારાષ્ટ્રના થાણેમાં એક કોરોના પોઝિટિવ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. થાણેમાં જ, રમ મે (રવિવાર) ના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ર૧ વર્ષિય વુવકનું મૃત્યુ થયું. રર મેથી તેમની સારવાર ચાલી રહી હતી.

આ પહેલા ૧૭ મે ના કર્ણાટકના બેંગલુરૂમાં એક ૮૪ વર્ષિય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. આરોગ્ય વિભાગે કહ્યું હતું કે, વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ મલ્ટી ઓર્ગેન ફોલ્યોરને કારણે થયું છે. ર૪ મે ના તેમનો કવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કેરળમાં કોવિડથી બે લોકોના મોત થયા છે.

લાંબા સમયથી રાહત પછી કોરોનાએ ફરી ગુજરાતમાં દસ્તક દીધી છે. રાજ્યભરમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હાલ ૮૩ એક્ટિવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસમાં ૭૬ નો વધારો થયો છે, જો કે હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ૧૯ મે ના દિવસે ગુજરાતમાં કોરોનાના ૭ એક્ટિવ કેસ હતાં. આમ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં ૧૪ દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે.

રાહતની વાત એ પણ છે કે, કોરોનાથી હજુ સધુી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમ કોરોનાના મોટાભાગના દર્દી હાલમાં હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. કોવિડ પોઝિટિવ વ્યક્તિના સેમ્પલ ગાંધીનગરમાં ગુજરાત આયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવે છે. જેના આધારે નવા વેરિયન્ટના લક્ષણ છે કે નહીં તે ચકાસણી કરાય છે. હાલની સ્થિતિએ નવા વેરિયન્ટનો હજુ ૧ કેસ નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી પછી ગુજરાત ચોથા સ્થાને છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh