Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકવાદી પ્રવૃત્તિ પ્રોકસીવોર નહીં, યુદ્ધ જ છે, અને હવે તેનો જવાબ પણ તેવો જ મળશેઃ મોદી
ગાંધીનગર તા. ૨૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ-શો પછી મહાત્મા ગાંધી મંદિર- ગાંધીનગરથી રૂ. ૫૫૩૬ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા હતા. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને જુસ્સાપૂર્વક પુનરોચ્ચાર કર્યો હતો કે પાકિસ્તાન આતંકવાદની આડમાં યુદ્ધ કરી રહ્યુ છે, જેનો હવે જવાબ પણ એવો જ મળશે, તેમણે કેટલાક કટાક્ષો સહિત કાશ્મીરના મુદ્દે પોતાના વિચારો વ્યકત કર્યા હતાં.
વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગાંધીનગરમાં રોડ શો પછી તેમણે મહાત્મા મંદિરમાં ૫,૫૩૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન તેમણે ગુજરાત શહેરી વિકાસની ૨૦મી વર્ષગાંઠના સમારંભમાં જનમેદનીને સંબોધન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની કાર્યવાહીના પુરાવા માંગનારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહૃાું કે, 'આ વખતે પુરાવા આપવા નહીં પડે, કારણ કે આ વખતે ઉપરવાળો પુરાવા આપી રહૃાો છે. હું ૨ દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર આવ્યો છું. હું જ્યાં જ્યાં ગયો ત્યાં દેશભક્તિનો જુવાળ હોય તેવું લાગી રહૃાું હતું. ગર્જના કરતો સિંદૂરિયો સાગર અને લહેરાતો તિરંગો જન-જનના હ્ય્દયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતો હતો. આવો નજારો અને આવું દ્રશ્ય હતું. આ માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે છે. શરીર ભલે ગમે તેટલું સ્વસ્થ હોય, પણ જો એક કાંટો વાગે તો આખું શરીર પરેશાન થઈ જાય છે. અમે નક્કી કર્યું છે કે તે કાંટાને કાઢીને જ રહીશું.'
વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત કરતા કહૃાું કે, 'વર્ષ ૧૯૪૭માં મા ભારતીના ટુકડા થયા, ત્યારે સાંકળો કપાવી જોઈતી હતી પણ ભુજાઓ કાપી નાખવામાં આવી. દેશના ૩ ટુકડા કરી દેવામાં આવ્યા. તે જ રાત્રે પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરની ધરતી પર થયો. મા ભારતીનો એક ભાગ આતંકવાદીઓના દમ પર મુજાહિદ્દીનોના નામે પાકિસ્તાને હડપ કરી લીધો. જો તે જ દિવસે આ મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોત, સરદાર પટેલની ઈચ્છા હતી કે જ્યાં સુધી પીઓકે પાછું ન આવે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ, પણ સરદાર સાહેબની વાત કોઈએ માની નહીં. આ મુજાહિદ્દીનો જે લોહી ચાખી ગયા હતા તે સિલસિલો ૭૫ વર્ષથી ચાલ્યો આવે છે. પહલગામમાં પણ તેનું જ વિકૃત રૂપ હતું. ૭૫ વર્ષ સુધી આપણે સહન કરતા રહૃાા. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે ત્રણેય વખત ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારતથી જીતી શકતું નથી.
ગત '૬ મેની રાત્રે જે આતંકવાદીઓ મૃત્યુ પામ્યા, પાકિસ્તાનમાં તેમના જનાજાઓને સ્ટેટ ઑનર આપવામાં આવ્યું. તેમના તાબૂતો પર પાકિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા, ત્યાંની સેનાએ તેમને સેલ્યુટ કર્યું. આ સાબિત કરે છે કે આતંકવાદી પ્રવૃત્તિ પ્રોક્સી વોર નથી, આ તમારી (પાકિસ્તાન) વિચારપૂર્વકની યુદ્ધની રણનીતિ છે, તમે વોર જ કરી રહૃાા છો, તો તેનો જવાબ પણ તેવો જ મળશે.'
વડાપ્રધાન મોદીએ કહૃાું, 'જેને આપણે આજ સુધી પ્રોક્સી યુદ્ધ કહેતા હતા, ૬ મે પછી જે દ્રશ્યો જોવા મળ્યા, તેના પછી આપણે હવે તેને પ્રોક્સી યુદ્ધ કહેવાની ભૂલ કરી શકીએ નહીં. કારણ કે જ્યારે માત્ર ૨૨ મિનિટની અંદર ૯ આતંકવાદી ઠેકાણાઓની ઓળખ કરીને તેમને નષ્ટ કરી દેવામાં આવ્યા, તો આ એક નિર્ણાયક કાર્યવાહી હતી. આ વખતે, બધું જ કેમેરા સામે કરવામાં આવ્યું, જેથી કોઈ પુરાવા ન માંગી શકે. આપણે આ વખતે પુરાવા આપવા નથી પડી રહૃાા, સામેવાળા પુરાવા આપી રહૃાા છે...'
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨,૦૦૦થી વધુ રહેણાક એકમોનું લોકાર્પણ કર્યું હતું. સુરતના કાંકરા-ખાડીના કિનારે ૧૪૫ કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કર્યું હતું. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ૧,૪૪૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. ૧,૩૪૭ કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં ૧૦૦૦ કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
આરોગ્ય-મહેસૂલ વિભાગના ૬૭૨ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
ગાંધીનગર ખાતે ૮૪ કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ અને અમદાવાદમાં ૫૮૮ કરોડના ખર્ચે ઓપીડી સાથે ૧૮૦૦ બેડ ધરાવતા આઈપીડી જેમાં ચેપી રોગ માટે ૫૦૦ બેડની સુવિધાનું નિર્માણ થઈ રહૃાું છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૨૭૩૧ કરોડ અને ૧૪૯ મ્યુનિસિપાલિટીને ૫૬૯ કરોડના ચેકનું વિતરણ પણ થયું.
ગાંધીનગરમાં ભવ્ય રોડ-શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ સલામતી વ્યવસ્થાની સાથે ૫૦ હજારથી પણ વધુ લોકો રોડ શોમાં જોડાયા હતા. અહીં ૫૦ જેટલા બ્લોક રાખવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ ઉભા રહીને વડાપ્રધાનને આવકાર્યા હતા. પીએમ મોદીએ ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને મહાત્મા મંદિર સુધી રોડ શો યોજ્યો હતો. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પર તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવી હતી. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો તો તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા હતા. રોડ શો યોજ્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદીર પહોંચ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial