Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતે ડમ્પર વીજલાઈનને અડકતા યુવકને શોર્ટઃ
જામનગર તા. ર૭: ધ્રોલના સણોસરા ગામ પાસે ડેમના પાણીમાં ઘેટા બકરા નવડાવી રહેલા રૂપાવટી ગામના એક માલધારી યુવાનનું ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુરના ઈશ્વરીયામાં ટ્રોલીનો જેક છટકતા એક યુવાનનું માથું ચગદાઈ ગયું છે અને કલ્યાણપુરના જુવાનપુરમાં ડમ્પરમાં ગ્રીસ લગાવતા યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રૂપાવટી ગામના રામાભાઈ મચ્છાભાઈ ઝાપડા અને કુંભાભાઈ વિરમભાઈ ઝાપડા નામના બે યુવાન ગઈકાલે બપોરે ધ્રોલ તાલુકાના સણોસરા ગામના ક્રિકેટ મેદાન પાસે ડેમ નજીક પોતાના ઘેટા બકરા સાથે આવ્યા હતા.
આ વેળાએ ઘેટા બકરાને ડેમના પાણીમાં નવડાવી રહેલા રામાભાઈનો પગ લપસી જતાં તેઓ ડૂબી ગયા હતા. તેઓને બહાર કાઢી સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. દેવાભાઈ મચ્છાભાઈએ ધ્રોલ પોલીસને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામના બેલા લખમણભાઈ અરજણભાઈ ગઈકાલે સવારે પોતાના ખેતરે ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાતર ભરતા હતા ત્યારે ટ્રોલીનો જેક બગડી જતા તેઓ રીપેર કરતા હતા. આ વેળાએ જેક છટકતા ટ્રોલી પટકાઈ હતી. આ વેળાએ નીચે રહેલા લખમણભાઈનું માથું તેની નીચે ચગદાઈ જતાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર દિવ્યેશ બેલાએ જામજોધપુર પોલીસને વાકેફ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાન પુર ગામના રાજદેભાઈ ઉર્ફે રાજેશ ભોજાભાઈ માતંગ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈ તા.૧૮ના દિને એક ડમ્પરમાં ગ્રીસ લગાવવાનું કામ કરતા હતા ત્યારે ડમ્પરની ટ્રોલી ઉપર થી પસાર થતી ઈલેકટ્રીક લાઈનને અડકી જતાં રાજદે ભાઈનં વીજ આંચકો લાગ્યો હતો. તેઓનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ થયું છે. રમેશભાઈ માતંગે કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial