Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિંઝલપર પાસે બાઈકને મોટરની ટક્કરઃ
જામનગર તા. ર૭: ધ્રોલ પાસે એક હોટલ નજીક રોડના ડિવાઈડર કટમાંથી અચાનક એક મોટર બહાર નીકળતા તેની સાથે બાઈક ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં જોડિયાના એક યુવાનને ઈજા થઈ છે. ખંભાળિયાના વિંઝલ પર ગામ પાસે રવિવારે બાઈક સાથે મોટર ટકરાતા દ્વારકાના એક યુવાન ઘવાયા છે.
જોડિયા શહેરના મોટા વાસમાં રહેતા નુરમામદ સાલેમામદ સેડાત અને તેના ભાઈ ઈશાભાઈ તા.૧૨ની સાંજે વાંકીયા ગામમાં કલર કામ પૂર્ણ કરીને જીજે-૧૦-ઈડી ૬૮૯ નંબરના બાઈકમાં જોડિયા જતા હતા.
તેઓ જ્યારે જામનગર, રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીકની અની હોટલ પાસે પહોંચ્યા ત્યારે ડીવાઈડરના કટમાંથી જીજે-૩૬-એલ ૬૧૫ નંબરની મોટર અચાનક બહાર નીકળતા નુરમામદે બાઈક પરનો કાબુ ગૂમાવ્યો હતો. તેઓનું બાઈક મોટર સાથે ટકરાઈ પડતા બંને યુવાન રોડ પર ફંગોળાયા હતા. નુરમામદને ઈજા થઈ છે. તેણે ધ્રોલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી છે.
દ્વારકા શહેરના રબારી પાડામાં રહેતા નીતિનભાઈ પ્રવીણભાઈ કણઝારીયાના પિતરાઈ રવિભાઈ જીજે-૧૦ એજી ૪૨૧૬ નંબરના બાઈકમાં રવિવારે સવારે વિંઝલપર ગામ પાસેથી જતા હતા ત્યારે જીજે-૧૧-બીઆર ૪૨૦૦ નંબરની મોટરે ઠોકર મારી દીધી હતી. પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા રવિને હોસ્પિટલ ખસેડાયો છે. મોટરચાલક સામે ખંભાળિયા પોલીસ મથકમાં નીતિનભાઈ એ ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial