Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં પતિના અવસાન પછી બીજા દિવસે પત્ની પણ સ્વર્ગે સીધાવ્યા

બ્રહ્મક્ષત્રિય પરિવારમાં પ્રસરી શોકની લાગણીઃ

                                                                                                                                                                                                  

ખંભાળિયા તા. ર૭: ખંભાળિયામાં વસવાટ કરતા એક પરિવારના ૭૫ વર્ષના વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી અવસાન થયા પછી બીજા દિવસે તેમના પત્ની પણ પતિ પાછળ સ્વર્ગે સીધાવતા આ પરિવાર શોકમગ્ન બન્યો છે.

ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં વસવાટ કરતા વીંછી કાંતિલાલ જગજીવન નામના બ્રહ્મક્ષત્રિય વૃદ્ધનું શનિવારના દિને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં અવસાન થયું હતું.

અંદાજે ૭૫ વર્ષના આ વૃદ્ધની આજે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. તે દરમિયાન ગઈરાત્રે જામનગર સ્થિત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેમના પત્ની જયશ્રીબેન (ઉ.વ.૭૦)નંુ પણ અવસાન થતાં આ પરિવાર શોકમગ્ન બની ગયો છે. પતિ ના નિધન પછી તેમની પાછળ પત્નીનું પણ સ્વર્ગપ્રયાણ થતાં આ પરિવારમાં ગમગીની પ્રસરી છે. આજે પતિ-પત્નીની એક સાથે પ્રાર્થના સભા રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh