Advertisement
Author: નોબત સમાચાર

ક્લોઝીંગ સેરેમનીમાં મોદી સ્ટેડિયમમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય ઉજવણી કરાશે

આઈપીએલ ફાઈનલ મેચઃ

                                                                                                                                                                                                  

અમદાવાદ તા. ર૭: આ વખતે આઈપીએલની ક્લોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. ક્લોઝિંગ સેરેમનીમાં બીસીસીઆઈ એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આઈપીએલ ર૦રપ ની ફાઈનલ મેચ દરમિયાન ભારતીય સેનાને વિશેષ સનમાન આપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ ૩ જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમનીમાં યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે.

બીસીસીઆઈ એ આ ઓપરેશન સિંદૂરની સફળતાને આઈપીએલના પ્લેટફોર્મ પર ઉજવવાનું નક્કી કર્યું છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, 'આ વખતે ક્લોઝિંગ સેરેમની સંપૂર્ણપણે ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. આ માટે સેના, નેવી અને એરફોર્સના વડાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને સેવાને સલામ કરીએ છીએ. તેથી જ અમે આ સેરેમની સંપૂર્ણપણે તેમને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh