Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ કર્યું ખાતમુહૂર્તઃ
જામનગર તા. ર૭: મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે રૂ. ૩૬ કરોડના ખર્ચે ભાણવડ ત્રણ પાટિયાથી લાલપુર સુધીના રસ્તાના રિ-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરાએ રૂ. ૩૬ કરોડના ખર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયાથી જામનગર જિલ્લાના લાલપુર સુધીના રસ્તાના રિ-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે અગ્રણી પાલાભાઈ કરમુર, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, પ્રિયેશભાઈ અનડકટ, અજયભાઈ કારાવદરા, સ્થાનિક આગેવાનો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, જામનગર-લાલપુર-પોરબંદર રોડ એસએચ-ર૭ પર ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી જામનગર અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા લાલપુરથી ત્રણ પાટિયા સુધી ૩૦ કિ.મી.ના ૧૦ મીટર પહોળા રોડનું રિ-કાર્પેટીંગ કરવાનું આયોજન છે. આ રાજ્ય ધોરીમાર્ગ જામનગર-પોરબંદરને જોડતો તથા જામનગર જિલ્લા મથકને આસપાસના ગામો જેવા કે લાલપુર, ધરમપુર, મોટી ગોપ, ભાણવડ, જામજોધપુર, રબારિકા વગેરેને જોડતો મોટી સંખ્યામાં વાહનોની અવરજવર ધરાવતો માર્ગ છે. જામનગરમાં આવેલ જી.જી. હોસ્પિટલ, એ.પી.એમ.સી., કારખાનાઓ વગેરે માટે નાગરિકોને ઉપયોગી તથા માલ-સામાન પરિવહન માટે ખૂબ જ અગત્યનો રસ્તો છે. આ રિ-કાર્પેટની કામગીરી થવાથી વાહનવ્યવહારમાં સુગમતા વધશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial