Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક પેઢીએ તાજેતરમાં જ આ પેઢી સામે કર્યાે છે દાવોઃ
જામનગર તા. ર૭: જામનગરની એક મરીન સર્વિસ એજન્સીએ કચ્છના ગાંધીધામમાં કાર્યરત એક કંપની સામે રૂ.સાતેક કરોડની વ્યાજ સાથેની રકમ વસૂલવા નેશનલ લો ટ્રિબ્યુનલમાં કેસ કર્યાે છે. આ કંપનીના એક ડાયરેક્ટર કચ્છના મહિલા અગ્રણી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષના પુત્ર છે.
જામનગરની સિદ્ધિ મરીન સર્વિસ નામની પેઢી પાસેથી કચ્છની રીગલ શીપીંગ પ્રા.લિ (આરસીસી લિમિટેડ) નામની પેઢીએ વર્ષ ૨૦૧૬-૧૭ તેમજ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન એલએલપીએ કાર્ગાે હેન્ડલીંગ, સ્ટીવ ડોરીંગ વગેરે કામ કરાવવા ઉપરાંત બાર્જનું પણ કામ કરાવ્યું હતું.
ઉપરોક્ત કામ પેટે રીગલ શીપીંગ કંપનીને બીલ આપવામાં આવ્યા પછી વર્ષ ૨૦૨૨માં થોડા નાણા આ કંપનીએ જામનગરની પેઢીને ચૂકવી આપ્યા હતા. તેમ છતાં વ્યાજ સાથે રીગલ શીપીંગે રૂ.૬ કરોડ ૯પ લાખ ૮૮૭૧૬ની રકમ ચૂકવવાની બાકી હતી.
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય ના પુત્ર મૌલીન ભાવેશભાઈ આચાર્ય આ કંપનીમાં ડાયરેક્ટર છે અને તેમની સાથે નરેન્દ્રસિંહ દલપતસિંહ રાણા તેમજ દિલીપ નાનુભાઈ શાહ, પારસ ચૌધરી પણ ડાયરેક્ટર તરીકે રહેલા છે. આ પેઢીએ રૂ.૬ કરોડ ઉપરાંતની રકમ નહીં ચૂકવતા કચ્છના ગાંધીધામમાં આવેલી રીગલ શીપીંગ પ્રા.લિ. સામે નેશનલ લો ટ્રિબ્યુનલમાં વકીલ રાજેશ સવજાણી તથા હિતેન ભટ્ટ મારફત કેસ કર્યાે છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છના અગ્રણી નીમાબેન આચાર્યના પુત્ર મૌલીન આચાર્ય જે કંપનીમાં ડાયરેકટર છે તે કંપની સામે નગરની શ્રીજી શીપીંગ કંપનીએ પણ થોડા દિવસ પહેલાં રૂપિયા સાડા આઠ કરોડના લેણાની વસૂલાત માટે કેસ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial