Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના બબરજર તથા કનસુમરાના રૂ. ૨૦૦ કરોડના વીજ પ્રોજેકટ્સનુ વર્ચ્યુઅલ લોકાર્પણ

ભૂજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે

                                                                                                                                                                                                  

ભૂજ તા. ૨૭: ગઈકાલે ભુજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર જિલ્લાના મહત્ત્વપૂર્ણ વીજ પ્રોજેકટ્સનું લોકાર્પણ કરાયુ હતું. રૂ. ૨૦૦ કરોડના ખર્ચે નિર્મિત જામનગર જિલ્લાના બબરજર તથા કનસુમરા સબ સ્ટેશનથી જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને નવી દિશા મળશે.

ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક સીમાચિન્હરૂ૫ દિવસે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગર સહિત અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં કુલ રૂ. ૯૮૬ કરોડના વીજ પ્રોજેક્ટ્સનું કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના રૂ. ૨૦૦ કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠાને સુદ્ઢ બનાવશે અને જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે.

ભૂજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગર જિલ્લામાં ઊર્જા ક્ષેત્રે બે મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે ભવિષ્યના વિકાસ માટે પાયાનું કામ કરશે.જેમાં રૂ.૭૫ કરોડના ખર્ચે ૧૩૨/૬૬ કેવી કનસુમરા સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું છે. આ સબસ્ટેશન જામનગરના જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગોની વધતી જતી વીજ માંગને સંતોષવામાં મદદરૂપ થશે અને સતત અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, જામનગર શહેરી વિસ્તારમાં પણ વીજ પુરવઠો સુધરશે.

તેમજ રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે ૨૨૦/૬૬ કેવી બબરઝર સબસ્ટેશન જે જામનગરના લાલપુર તાલુકા ખાતે લોકાર્પિત કરાયું છે.આ સબસ્ટેશન જામનગર અને આસપાસના વિસ્તારોમાં સૌર અને પવન ઊર્જાના ઉત્પાદનને મુખ્ય ગ્રીડ સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી પુનઃપ્રાપ્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ થઈ શકશે અને ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં પણ મદદરૂપ થશે.

આ પ્રોજેક્ટ્સ ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓનું પ્રતિબિંબ છે, જે રાજ્યના નાગરિકો અને ઉદ્યોગોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ નવા સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન નેટવર્કના સશક્તિકરણથી રાજ્યના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે, અને ઔદ્યોગિક તેમજ કૃષિ ક્ષેત્રને વિકાસની નવી રાહ મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh