Advertisement
Author: નોબત સમાચાર

ડબ્બા ટ્રેડીંગના કેસમાં આસામીએ હાઈકોર્ટમાં નોંધાવી ક્વોસિંગ પીટીશન

પ્રોસીડીંગ્સ સ્ટે કરવાનો અદાલતનો આદેશઃ

જામનગર તા. ર૮: જામનગરમાં ચાર વર્ષ પહેલાં પોલીસે દરોડો પાડી એક આસામી સહિતના વ્યક્તિઓ સામે ગેરકાયદેસર રીતે શેર બજારનો ડબ્બો ચલાવવા અંગે ગુન્હો નોંધ્યો હતો. તે આરોપ સામે હાઈકોર્ટમાં ક્વોસિંગ પીટીશન કરી સેશન્સ કોર્ટના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાની માગણી કરાતા વડી અદાલતે પ્રોસીડીંગ્સ સ્ટેનો હુકમ ફરમાવ્યો છે.

જામનગરમાં વર્ષ ૨૦૨૦ ના ઓકટોબર મહિનામાં સિટી બી ડિવિઝન પોલીસે ગેરકાયદે સ્ટોક એક્સચેન્જ ઉભુ કરી શેરબજારનો ચલાવાતો ડબ્બો પકડી પાડ્યો હતો અને પ્રદીપ હંસરાજભાઈ બુદ્ધદેવ વગેરે સામે સરકારને ટેકસ ન ચૂકવવો પડે તે પ્રકારે વિશ્વાસઘાત, છેતરપિંડી કરવા અંગેનો ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

આ ગુન્હા અંગે હાઈકોર્ટમાં પ્રદીપભાઈ બુદ્ધદેવ વગેરે દ્વારા ક્વોસિંગ પીટીશન કરવામાં આવી હતી. તેમાં જામનગરની અદાલતમાં પ્રોસીડીંગ્સ પણ સ્ટે કરવા માગણી કરાઈ હતી. વડી અદાલતે સેશન્સ કોર્ટના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાનો હુકમ કર્યાે છે. પ્રદીપભાઈ બુદ્ધદેવ તરફથી હાઈકોર્ટમાં વકીલ પ્રેમલ રાચ્છ તથા જામનગરમાં વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, હર્ષીલ રાબડીયા, વાશ્વી શેઠ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh