Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષા માલિકે ફોરમમાં કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ર૮: જામનગરના મોટી લાખાણી ગામના એક રિક્ષા માલિકે કલેઈમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપની સામે ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના ભરતસિંહ સતુભા જાડેજા નામના આસામીએ પોતાની બજાજ કંપનીની સીએનજી રિક્ષા માટે રૂા.૯૩૪૭ ભરી બજાજ એલિયાન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તે વીમો ચાલુ હતો તે દરમિયાન રિક્ષા સાથે ટ્રેક્ટર ટકરાઈ પડ્યું હતું.
આ અકસ્માતમાં રિક્ષામાં થયેલી નુકસાનીનું એસ્ટિમેન્ટ કઢાવાતા રૂા.૧,૫૪,૦૮૬નું નુકસાન થયાનું ખૂલ્યું હતું. તેથી વીમા કંપની સમક્ષ કલેઈમ રજૂ કરાયો હતો. તે રકમ ચૂકવવા વીમા કંપનીએ ઈન્કાર કર્યાે હતો. આથી ભરતસિંહે ગ્રાહક તકરાર ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે કલેઈમની રકમ નવ ટકા વ્યાજ સાથે ૪૫ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. માનસિક ત્રાસ, ખર્ચ મળી રૂા.૫ હજાર અલગથી ચૂકવી આપવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ વિક્રમસિંહ ગોહિલ, અનિલ એસ. પુરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial